
સોમનાથ જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં પૂજનનું અનેરૂ મહત્વ રહેલું છે ત્યારે બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજે સોમનાથ મહાદેવની ધજા પૂજા અને પાઘ પૂજા કરી હતી.

પૂજન પૂર્ણ થયા બાદ શાસ્ત્રીજીએ સોમનાથ ટ્રસ્ટની સ્વહસ્ત ધ્વજા રોહણ સુવિધાનો લાભ લઈને પોતાના હાથે દોરડું ખેંચીને ધ્વજાને શિખર સુધી પહોંચાડી હતી.

સનાતન ધર્મમાં શૌર્ય અને ત્યાગનું પ્રતીક ગણાતી કેસરિયા રંગની પાઘ ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજે સોમનાથ મહાદેવને પૂજનમાં અર્પણ કરી હતી. શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે સોમનાથ મંદિરના પુરોહિતો દ્વારા પૂજા કરવામાં આવી હતી.