Gujarati NewsPhoto galleryGir Somnath A lion came society Veraval Bypass causing panic among locals photos
સોસાયટીમાં સિંહ આવી ચડ્યો, સ્થાનિકો ડરના માર્યા ધાબા પર ચડી ગયા- જુઓ તસ્વીરો
ગીરસોમનાથ: વેરાવળ બાયપાસ નજીક સોસાયટીમાં સિંહ આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. બાયપાસ નજીક ક્રિષ્ના સોસાયટીમાં વહેલી સવારથી સિંહે ધામા નાખ્યા છે અને એક પશુનુ મારણ પણ કર્યુ છે. ત્યારે સોસાયટીમાં જ સિંહના ધામાથી સ્થાનિકોમાં ડરનું મોજુ ફેલાયુ છે અને લોકોએ બહાર નીકળવાનું બંધ કર્યુ છે.
સોસાયટી નજીક સિંહના ધામાથી લોકોમાં ડર ફેલાઈ ગયો છે. તો વનવિભાગની ટીમે પણ બાયપાસ નજીક પેટ્રોલિંગ શરૂ કર્યુ છે.
5 / 6
શિકાર કર્યા બાદ સિંહે સોસાયટીમાં જ ધામા નાખતા આસપાસના રહીશોને પોતાના જ ઘરમાં રહેવા અને બહાર ન નીકળવા સમજાવી રહ્યા છે. ત્યારે આસપાસના રહીશો પણ આ ઘટનામાં તંત્રને પુરો સહયોગ આપી રહ્યા છે
6 / 6
લોકો બહુમાળી બિલ્ડિંગ પર ચઢી અને સિંહનો નજારો માણવાનો પ્રયાસ કરતા પણ જોવા મળ્યા