Gir Somnath: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પોલીસ અધિક્ષક કચેરી ખાતે થયું જીમ્નેશિયમનું લોકાર્પણ , જુઓ વિકાસકાર્યોના લોકાર્પણના Photos

|

Apr 24, 2023 | 11:49 PM

ગીર સોમનાથ જિલ્લા ખાતે પોલીસ કર્મચારીઓ તેમજ પોલીસ પરિવારની શારીરિક અને માનસિક તંદુરસ્તી જળવાઈ રહે તેવા હેતુસર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે અદ્યતન જીમ્નેશિયમનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ જીમનું નિર્માણ HPCL-LNG લિમિટેડ કોડીનારના સહયોગ તેમજ ગુજરાત પોલીસ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે.

1 / 5
હર્ષ સંઘવીના વરદહસ્તે અદ્યતન જીમ્નેશિયમનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

2 / 5
ગૃહરાજ્યમંત્રી  હર્ષ સંઘવીના હસ્તે વેરાવળ ખાતે એસ.ટી વર્કશોપનું ખાતમુહૂર્ત તેમજ કોડીનાર ડેપો વર્કશોપનું ઈ-ખાતમુહૂર્ત યોજાયું હતું. સરકારે માત્ર 150 દિવસના ગાળામાં રાજ્યમાં 600  નવી બસો ફાળવી છે અને આ અઠવાડિયામાં બીજી નવી 125  બસો ફાળવવાનું આયોજન છે

3 / 5
પોલીસ કર્મચારીઓને યોગ્ય માહિતી તથા માર્ગદર્શન મળી રહે એવા હેતુસર વિવિધ ડાયેટ ચાર્ટ પણ પૂરા પાડવામાં આવશે અને આગામી સમયમાં સમયાંતરે વિવિધ તજજ્ઞો દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને લઈ કેમ્પ તેમજ સેમિનાર પણ યોજવામાં આવશે.

4 / 5
આ કાર્યક્રમમાં  ધારાસભ્ય  ભગવાન બારડ, ધારાસભ્ય  કાળૂ રાઠોડ સહિતના આગેવાનો તેમજ જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મયંકસિંહ ચાવડા, જિલ્લા પોલિસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તેમજ પોલીસ વિભાગના  અધિકારીઓ અને કર્મચારીઓની પણ ઉપસ્થિત રહ્યા હતા.

5 / 5
પોલીસ ભવન ખાતે  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પોલીસ પ્લાટૂન દ્વારા  ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું  હતું.

Next Photo Gallery