
આ યોગ સ્પર્ધામાં પ્રથમ આવનાર સ્પર્ધકોને સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા મેડલ તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. દરેક ગ્રુપમાં સ્પર્ધા માટે સંસદીય મત વિસ્તારમાંથી એક ભાઈ અને એક બહેન એમ મળી કુલ 8 વિજેતા જાહેર કરાયા હતાં.

આ તકે સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યુ કે વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં 21 જૂન યોગની તારીખ સૂચવી હતી. જેને સમગ્ર વિશ્વએ સમર્થન આપ્યુ છે. જેના પરિણામે આ દિવસે વિશ્વ યોગમય બન્યુ

સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યુ કે યોગ દ્વારા તમામ લોકો સ્વસ્થ અને નિરોગી રહે તેવો વડાપ્રધાનનો ઉદ્દેશ્ય સૌ સાથે મળી સાર્થક કરવાનું આપણું લક્ષ્ય છે. Input Credit- Yogesh Joshi- Gir Somnath