Geyser Tips : ઠંડીમાં તમારા ગીઝરમાં પાણી મોડું ગરમ થઈ રહ્યું છે? જાણો કારણો અને ઉપાય

શિયાળામાં ગરમ પાણીની માંગ વધે છે, ત્યારે ગીઝર ધીમે ગરમ થાય તો મુશ્કેલી પડે છે. આ સમસ્યા સામાન્ય રીતે હીટિંગ એલિમેન્ટ સાથે સંકળાયેલી છે જે વિશે દરેક પાસે માહિતી હોવી જરૂરી છે.

| Updated on: Dec 19, 2025 | 6:38 PM
1 / 6
દેશભરમાં વધી રહેલી ઠંડીને કારણે ઘરોમાં ગરમ પાણીની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. શિયાળામાં સ્નાનથી લઈને ઘરગથ્થુ કામ માટે ગરમ પાણી અત્યંત જરૂરી બની જાય છે. પરંતુ ઘણા ઘરોમાં ગીઝર પાણી ગરમ કરવામાં વધારે સમય લેતું હોવાની ફરિયાદ જોવા મળે છે. આવી સમસ્યા માત્ર અસુવિધા જ નથી ઊભી કરતી, પરંતુ વીજળીનો વપરાશ પણ વધારી શકે છે અને ગીઝરની લાઈફને પણ નુકસાન પહોંચાડી શકે છે.

2 / 6
જો તમારૂ ગીઝર યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું અથવા પાણી ધીમે ગરમ થઈ રહ્યું છે, તો તેને અવગણવું મોટી ભૂલ સાબિત થઈ શકે છે. આ સમસ્યા સામાન્ય રીતે ગીઝરના આંતરિક ભાગોમાં ખામી અથવા નિયમિત જાળવણીના અભાવને કારણે ઊભી થાય છે. ચાલો જાણીએ કે ગીઝર ધીમે કેમ ગરમ થાય છે અને તેના સરળ ઉકેલો શું છે.

3 / 6
ગીઝરમાં પાણી ગરમ કરવાની મુખ્ય ભૂમિકા હીટિંગ એલિમેન્ટ ભજવે છે. આ એલિમેન્ટ સીધા પાણી સાથે સંપર્કમાં રહે છે અને તેને ગરમ કરે છે. સમય જતાં, પાણીમાં રહેલા કેલ્શિયમ અને અન્ય ખનિજ પદાર્થો હીટિંગ એલિમેન્ટ પર જમા થઈ જાય છે. આ જમા થયેલા પડને કારણે એલિમેન્ટને પાણી ગરમ કરવામાં વધારે સમય લાગે છે અને વીજળીનો વપરાશ પણ વધી જાય છે.

4 / 6
કેટલાક કિસ્સાઓમાં, વધારે સ્કેલિંગ થવાથી હીટિંગ એલિમેન્ટને નુકસાન પણ થઈ શકે છે. તેથી જો તમારું ગીઝર ધીમે કામ કરી રહ્યું હોય, તો સૌપ્રથમ હીટિંગ એલિમેન્ટની તપાસ કરાવવી અત્યંત જરૂરી છે.

5 / 6
આ સમસ્યાથી બચવા માટે દર વર્ષે, ખાસ કરીને શિયાળાની શરૂઆત પહેલાં, ગીઝરની સંપૂર્ણ સર્વિસ કરાવવી જોઈએ. ડી-સ્કેલિંગ પ્રક્રિયા દરમિયાન ખાસ રસાયણોની મદદથી ટાંકીની અંદર જમા થયેલી ગંદકી અને ખનિજ પડ દૂર કરવામાં આવે છે. આથી પાણી ઝડપથી ગરમ થાય છે અને ગીઝરની કાર્યક્ષમતા પણ વધે છે.

6 / 6
ગીઝરમાં તાપમાન નિયંત્રિત કરવાની જવાબદારી થર્મોસ્ટેટની હોય છે. ઘણીવાર અજાણતામાં થર્મોસ્ટેટનું તાપમાન ખૂબ ઓછું સેટ થઈ જાય છે, જેના કારણે પાણી ગરમ થવામાં વિલંબ થાય છે. પહેલા ખાતરી કરો કે થર્મોસ્ટેટ યોગ્ય તાપમાને સેટ છે. જો યોગ્ય સેટિંગ હોવા છતાં પણ ગીઝર પાણી ગરમ કરવામાં સમય લઈ રહ્યો હોય, તો શક્ય છે કે થર્મોસ્ટેટ ખામીયુક્ત હોય. આવી સ્થિતિમાં થર્મોસ્ટેટને સમયસર બદલવું ખૂબ જ જરૂરી છે, જેથી ગીઝર યોગ્ય રીતે અને સુરક્ષિત રીતે કામ કરી શકે.