
જ્યારે તમને લીલા કલરના માઈલસ્ટોન જોવા મળે તો સમજવું કે તે સ્ટેટ હાઈવે છે. તે હાઈવેની જાળવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.

ઘણી વાર રસ્તા ઉપર નારંગી કલરના માઈલસ્ટોન જોવા મળે છે. તેનો અર્થ એ છે કે તે ગામનો રસ્તો છે. આ માઈલસ્ટોન પ્રધાનમંત્રી ગ્રામ રસ્તા યોજનાને પણ બતાવે છે.

જો તમને રસ્તાના કિનારે પીળા રંગના માઈલ સ્ટોન જોવા મળે તો તેનો એ અર્થ થાય કે તમે નેશનલ હાઈવે પર છો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા આની સંભાળ અને દેખરેખ રાખે છે.