Ahmedabad: નવરાત્રીને લઈ ખેલૈયાઓ સજ્જ, ટ્રેડિશનલ ડ્રેસ સાથે 3 કિલોની ખાસ પાઘડી મચાવશે ધૂમ, જુઓ Photo
રામરાજ્ય પાઘડી નું વજન 3 કિલોગ્રામ છે. આ ઉપરાંત અનુજ જે કેડિયું પહેરવાનો છે તેનું વજન 4 થી 5 કિલોગ્રામ છે. આ સાથે જ તેના પહેરવેશનું કુલ વજન લગભગ 10 કિલોગ્રામ ઉપર હશે અને આ વજન સાથે જ અનુજ મુદલીયાર ગરબે ઘૂમશે. જેમાં અનુજે તેના કેડીયામાં બ્લેઝર પેટર્ન પર કેડીયા ડ્રેસ તૈયાર કર્યો છે.
1 / 6
નવલા નોરતાની રાત અને ગરબે ઝુમવાની રાતને કેટલાક દિવસો જ બાકી રહ્યા છે. જે નવરાત્રી પર્વને લઈને ખેલૈયાઓ ગરબા પ્રેક્ટિસમાં લાગ્યા છે. તો આયોજકો આયોજન માં લાગ્યા છે. તો બીજી તરફ કેટલાક લોકો કંઈક નવું કરવાની ઈચ્છા સાથે નવા ડ્રેસ કોડ પણ તૈયાર કરી રહ્યા છે. આવો જ એક પ્રયાસ ગુજરાતના એક કોરિયોગ્રાફર અનુજ મુદલિયારે કર્યો. જેણે એક અનોખા ડ્રેસ સાથે એક અનોખી પાઘડી તૈયાર કરી. જેનો ડ્રેસ અને પાઘડી લોકો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે.
2 / 6
ગુજરાતનો અનુજ મુદલિયાર જે કોરિયોગ્રાફર છે. લોકોને ડાન્સ શીખવાડે છે. જેણે કંઈક અલગ કરવાની ભાવના સાથે 2017 થી તેમને નવરાત્રીમાં પાઘડી બનાવવાનું શરૂ કર્યું. અને ત્યારથી તેમની પાઘડી દર વર્ષે વખણાય પણ છે અને તેમાં કંઈક અલગ લોકોને જોવા પણ મળે છે. આ વર્ષે અનુજ મુદલિયારે 3 કિલો ઉપરની પાઘડી તૈયાર કરી છે. જે પાઘડીને અનુજે રામરાજ્ય નામ આપ્યું છે.
3 / 6
રામરાજ્ય પાઘડી માટે વિશેષ કાપડનો ખાસ ઉપયોગ કરાયો છે. સાથે જ અનુજે પાઘડીની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપરાંત રામ મંદિર બનાવવામાં આવ્યું છે, ભારતને આજે જેના પર ગર્વ છે એવું ચંદ્રયાન પણ બનાવ્યું છે. આ સાથે પાઘડીમાં ગરબા અને રાસ કરતા ખેલૈયા પણ જોવા મળશે. જે પાઘડી બનાવવા પાછળ અનુજે 25,000 નો ખર્ચ કર્યો છે.
4 / 6
ખાસ તૈયાર કરવામાં આવેલ રામરાજ્ય પાઘડી નું વજન 3 કિલોગ્રામ છે. આ ઉપરાંત અનુજ જે કેડિયું પહેરવાનો છે તેનું વજન 4 થી 5 કિલોગ્રામ છે. આ સાથે જ તેના પહેરવેશનું કુલ વજન લગભગ 10 કિલોગ્રામ ઉપર હશે અને આ વજન સાથે જ અનુજ મુદલીયાર ગરબે ઘૂમશે. જેમાં અનુજે તેના કેડીયામાં બ્લેઝર પેટર્ન પર કેડીયા ડ્રેસ તૈયાર કર્યો છે.
5 / 6
તો બજારમાં મહિલાઓ માટે ચણિયાચોળી સાથે પુરુષો માટે કેડીયા અને બને માટે પાઘડીઝ છત્રી અને અન્ય વસ્ત્રો ધૂમ મચાવી રહ્યા છે. અને આ બધા અનુજ પોતે અલગ તરી આવે માટે તેણે અનોખા ડ્રેસ સાથે અનોખી પાઘડી તૈયાર કરી છે.
6 / 6
છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રી દરમિયાન ટ્રેડિશનલ ગરબાએ એક અલગ આકર્ષણ જમાવ્યું છે. અને તેમાં પણ આ વખતે ટ્રેડિશનલ ગરબા સાથે શેરી ગરબાનું પણ કોમ્બિનેશન જોવા મળશે. જેનો પણ એક અલગ નજારો અને એક અલગ આકર્ષણ હશે. ત્યારે આ નવલા નોરતાની રાતમાં આ નવા સ્વરૂપે રંગાવા માટે ખેલૈયાઓ થનગની રહ્યા છે. અને તેઓ પણ કંઈક નવું કરવાની ભાવના સાથે અનુજ મુદલિયારની જેમ પણ લોકો પ્રયાસ કરી રહ્યા છે. જેથી લોકોની પણ નવરાત્રી અનોખી પસાર થાય. અને તે નવરાત્રી તેમના માટે યાદગાર નવરાત્રી બની રહે.