
ગણેશ ચતુર્થી બાદ 28 મી સપ્ટેમ્બરે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવશે. ગણેશજીનું વિસર્જન અનંત ચતુર્દશી એટલે કે ભાદરવા સુદ ચૌદશના દિવસે કરવામાં આવે છે. ગણેશોત્સવમાં પૂજા જેટલું જ મહત્વ બાપ્પાના વિસર્જનનું પણ હોય છે. જાણો મુંબઈમાં ગણપતિજીને ક્યા સ્થળોએ ભવ્ય રીતે વિદાય આપવામાં આવે છે.

બાંદ્રા: બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ પ્રોમેનેડમાં બાપ્પાની વિદાયનો અદભૂત નજારો જોઈ શકાય છે. ગણેશ વિસર્જન દરમિયાન અનેક ફિલ્મ સ્ટાર્સ અહીં બાપ્પાને વિદાય આપવા માટે આવે છે.

જુહુ બીચ: મુંબઈના જુહુ બીચ પર બાપ્પાનું વિસર્જન થાય છે ત્યારે લોકોની ભીડ જોવા મળે છે. ગણેશ ભગવાનને ઢોલ-નગારા તાલે વાજતે-ગાજતે વિદાય આપવામાં આવે છે. સાંતાક્રુઝ કે ખાર રેલવે સ્ટેશન પર ઉતરીને અહીં લોકલ બસ દ્વારા પહોંચી શકાય છે.

વર્સોવા બીચ: વર્સોવા મુંબઈના સૌથી સ્વચ્છ બીચમાંથી એક છે. અહીં હજારો લોકો બાપ્પાને વિદાય આપવા આવે છે. તેમજ આગાલા વર્ષે જલ્દી પધારે તેવી કામના કરે છે.

પવઈ લેક: ગણેશ વિસર્જન માટે પવઈ પણ લોકપ્રિય સ્થળ છે. અહીં ભગવાનને નૃત્ય-ગાન અને ગણપતિ બાપ્પા મોર્યાના ગૂંજ સાથે વિસર્જિત કરવામાં આવે છે.