
ગણપતિની મૂર્તિ ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે બાપ્પાની મૂર્તિમાં મુષક રાજની સાથે હાથમાં મોદક પણ હોવો જોઈએ. આવી મૂર્તિ લાવવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશને મોદક ખૂબ પ્રિય છે જ્યારે મુષક તેમનું વાહન છે.

ભગવાન ગણેશને હંમેશા બેઠેલી મુદ્રામાં લાવવા જોઈએ. શાસ્ત્રો અનુસાર ગણપતિનું બેસવું ધનનું પ્રતિનિધિત્વ કરે છે. લોકો કહે છે કે ભગવાન ગણેશની બેઠેલી મૂર્તિ લાવવાથી ઘરમાં ઊર્જા આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી કામમાં ઝડપ આવે છે.

રંગની વાત કરીએ તો ઘરમાં ભગવાન ગણેશની સિંદૂર રંગની (કેસરીયા લાલ રંગ) મૂર્તિ લાવવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગણપતિની આ રંગીન મૂર્તિ ઘરે લાવવાથી આત્મવિશ્વાસ વધે છે. સફેદ રંગની ગણેશ મૂર્તિ લાવવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે.

ભગવાન ગણેશની મૂર્તિ ઉત્તર દિશામાં સ્થાપિત કરવી શુભ છે. આ દિશાને માતા લક્ષ્મી અને ભગવાન શિવની દિશા માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ભગવાન ગણેશનું મુખ આ દિશામાં રાખવાથી વ્યક્તિ ભગવાન ગણેશ તેમજ મહાદેવ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરે છે.

ગણપતિની મૂર્તિનું મુખ ઘરના મુખ્ય દ્વાર તરફ હોવું જોઈએ. એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.