Gujarati News Photo gallery Gandhinagar The development of the country under the leadership of Prime Minister Narendra Modi for 9 years, this great work was done in Gujarat see
Gandhinagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 9 વર્ષના નેતૃત્વમાં દેશે ભરી વિકાસની હરણફાળ, ગુજરાતમાં થઈ આ મોટી કામગીરી, જુઓ-
Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે વિકાસની હરણફાળ ભરી છે અને દેશ વિકાસની દિશામાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે. PM મોદીના સફળ નેતૃત્વમાં દેશના દરેક રાજ્યોને વિકાસની સમાન તકો મળે તે માટેની ચિક્કાર કામગીરી થઈ છે. આ નવ વર્ષ દરમિયાન પીએમ મોદીએ દેશને વિકાસકામોની અનેક ભેટ આપી છે.
1 / 8
વર્ષ 2014માં વડાપ્રધાન પદના શપથ લીધાના 17 જ દિવસમાં પીએમ મોદીએ સરદાર સરોવર ડેમના દરવાજા લગાવવાની મંજૂરી આપી હતી. વર્ષ 2016માં તમામ 30 દરવાજાઓના નિર્માણની કામગીરી પૂર્ણ કરવામાં આવી. 15 સપ્ટેમ્બર, 2019ના રોજ સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ જળસપાટી એટલે કે 138.68 મીટર સુધી પાણીથી છલકાયો હતો
2 / 8
બુલેટ ટ્રેન- 14 સપ્ટેમ્બર, 2017ના રોજ પીએમ મોદીએ જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી શિંજો આબેની ઉપસ્થિતિમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરીને ગુજરાતની જનતાને એક મોટી ભેટ આપી છે. ગુજરાતનું અમદાવાદ અને મહારાષ્ટ્રનું મુંબઈ, આ બંને એવા પ્રથમ શહેરો બનશે જે ઝડપી ગતિએ દોડતી બુલેટ ટ્રેનના પ્રત્યક્ષ સાક્ષી બનશે.
3 / 8
રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ- આધુનિક સુવિધાયુક્ત એક નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની ભેટ પણ નરેન્દ્ર મોદીએ ગુજરાતના રાજકોટ શહેરને આપી છે. રાજકોટમાં આ નવું એરપોર્ટ અમદાવાદ-રાજકોટ હાઇવે પર રૂ.2500 કરોડના અંદાજિત ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે.
4 / 8
AIIMS, રાજકોટ ગુજરાતના નાગરિકોને પોસાય તેવા દરે ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ મળી રહે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ 31 ડિસેમ્બર, 2020ના રોજ ગુજરાતના રાજકોટ શહેરમાં AIIMS જેવી અદ્યતન મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો.
5 / 8
સ્ટેચ્યુ ઑફ યુનિટી (SoU) સુધી રેલવે કનેક્ટિવિટી ગુજરાતમાં નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યુ. જે આજે વૈશ્વિક પ્રવાસન તરીકે ઉભરી આવ્યુ છે. જેનુ પીએમ મોદીએ વર્ષ 2021ના રોજ કેવડિયા રેલવે સ્ટેશનનું ઉદ્દઘાટન કર્યુ હતુ. વિશ્વભરમાંથી પ્રવાસીઓ સરદાર પટેલની આ સૌથી ઊંચી પ્રતિમાને જોવા માટે આવે છે.
6 / 8
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સપ્ટેમ્બર, 2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને વંદે ભારત ટ્રેનની ભેટ આપી છે. દિલ્હીના બે રૂટ્સ પર મોટી સફળતા પછી ભારતની પહેલી સ્વદેશી સેમી હાઈ સ્પીડ ટ્રેન હવે ગુજરાતના પાટા પર દોડી રહી છે.
7 / 8
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનો પ્રારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અમદાવાદ મેટ્રો અને સુરત મેટ્રો પ્રોજેક્ટની ભેટ આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ગત વર્ષે પૂર્ણ થયો હતો. સપ્ટેમ્બર 2022માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ થલતેજથી વસ્ત્રાલ રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવ્યો છે.
8 / 8
ભારતમાલા પરિયોજના ભારત સરકારની ‘ભારતમાલા પરિયોજના’ હેઠળ ગુજરાતમાં 1000 કિમીથી વધુના રોડ-રસ્તાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.