Gandhinagar: આજથી શરૂ થશે MLA ક્રિકેટ લીગ 2022-23, CM ભૂપેન્દ્ર પણ ક્રિકેટ રમતા જોવા મળશે

|

Mar 20, 2023 | 4:29 PM

Gandhinagar News : સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2022-23નું ટાઈમ ટેબલ જાહેર કરાયું છે. જેમાં ધારાસભ્યો અને મીડિયા મિત્રો મળીને 10 ટીમ ટૂર્નામેન્ટ રમશે.

1 / 6
સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2022-23નું ટાઈમ ટેબલ જાહેર કરાયું છે. જેમાં ધારાસભ્યો અને મીડિયા મિત્રો મળીને 10 ટીમ ટૂર્નામેન્ટ રમશે.

2 / 6
તારીખ 20, 27 અને 28 માર્ચ દરમિયાન આ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે. વિરમગામના ધારાસભ્યને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ધારાસભ્યોની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કુલ 10 ટીમ રમશે. સાબરમતી ટીમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રમતા જોવા મળશે.

3 / 6
મેચમાં સાબરમતી, નર્મદા, સરસ્વતી, તાપી, વિશ્વામિત્રી, મહીસાગર, બનાસ, ભાદર અને મીડિયા ટીમો રમશે. ખાસ વાત છે કે વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને નર્મદાની ટીમના કેપ્ટન બનાવાયા છે.

4 / 6
જ્યારે ગાંધીનગર દક્ષિણથી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને સાબરમતી ટીમના કેપ્ટન બનાવાયા છે.  આ મેચ 20 ઓવરની રહેશે, જેનો પ્રથમ રાઉન્ડ 20-03-2023ના દિવસે એટલે કે આજથી શરૂ થશે. એમાં બનાસની સામે વિશ્વામિત્રી ઊતરશે.

5 / 6
આ મેચનું આયોજન કોબા ખાતે આવેલા એક ખાનગી ક્રિકેટ સ્ટેડિયમમાં થશે. તો હર્ષ સંઘવી હાર્દિક પટેલની ટીમમાં રમતા જોવા મળશે.

6 / 6
આ મેચ આજે સાંજે 7 વાગ્યે રમાશે. ત્યાર બાદ સાડાઆઠ વાગ્યે તાપીની સામે ભાદર ઊતરશે. સરસ્વતીની સામે શેત્રુંજી 10 વાગ્યે ઊતરશે.

Published On - 4:18 pm, Mon, 20 March 23

Next Photo Gallery