
આજે થયેલા MoUમાં પેકેજીંગ મટિરિયલ ઉત્પાદન, પ્લાસ્ટિક, ટેક્ષટાઇલ અને રિન્યુએબલ સેક્ટરના પ્રોજેક્ટસ, ફોર્મ્યુલેશન અને API તથા ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટમાં ખાદ્યતેલ, ગ્રીન ટી, રેડિ ટુ ઇટ ગુજરાતી ખીચડી, દેશી ગીર ગાયનું ઘી અને મધ ઉત્પાદન તથા ગ્રીનફિલ્ડ પ્લાન્ટ અંતર્ગત રેડી ટુ કુક પ્રોડક્ટસ માટેના MoUનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્ય સરકારના પ્રો-એક્ટીવ અભિગમને પરિણામે ઉદ્યોગ સ્થાપના માટે જમીન મેળવવાથી લઈને બધી જ પરવાનગીઓ સરળતાથી મળી રહે છે તે માટે MoU કરનારા ઉદ્યોગકારોએ સંતોષ અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.