
રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત G20 ડિનરમાં જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાની પત્ની યુકો કિશિદા બનારસી સાડીમાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે આ સાડી લુક માટે તેણે સિમ્પલ બન હેરસ્ટાઈલ પસંદ કરી હતી અને સિલ્વર હેન્ડ બેગ કેરી કરી હતી.

આ ડિનરમાં મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ તેમની પત્ની કોબિતા સાથે ભારત મંડપમ પહોંચ્યા હતા, જ્યાં તેમની પત્ની કોબિતા રામદાની પણ સુંદર સાડીમાં જોવા મળી હતી. આ ખાસ ડિનર માટે તેણે ઓફ વ્હાઈટ શેડની સાડી પસંદ કરી હતી.

આ સિવાય ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો અને તેમની પત્ની ઈરિયાના જોકો વિડોડો પણ અલગ અંદાજમાં G20 ડિનરમાં પહોંચ્યા હતા. જ્યાં તેની પત્ની પરંપરાગત ભારતીય કુર્તામાં જોવા મળી હતી. તેનો આ લુક ખૂબ જ ખાસ લાગતો હતો.

બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિએ પણ G20 ડિનરમાં હાજરી આપી હતી, જ્યાં મૂર્તિએ ખાસ પ્રકારનો લહેંગા પહેર્યો હતો. તેનો લુક એકદમ યુનિક અને સ્પેશિયલ લાગતો હતો.

આ સિવાય ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના એમડી ક્રિસ્ટાલિના જ્યોર્જિવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ડિનરમાં ભારતીય રંગમાં જોવા મળી હતી. જ્યાં ક્રિસ્ટાલિના જ્યોર્જીએવા સલવાર સૂટ પહેરીને પહોંચી હતી અને તેનો લુક ઘણો જ ખાસ લાગતો હતો.