
એલઓસી પાસે ઉરી અને કેરન સેક્ટરમાં તૈનાત સૈનિકો સાથે ફોટો સેશન પણ કરવામાં આવ્યું હતું. શ્રીનગરમાં યોજાનારી G-20 બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેના દ્વારા ભારત એ સંદેશ આપવા માંગે છે કે ઘાટીમાં સ્થિતિ સામાન્ય છે.

G-20ને ધ્યાનમાં રાખીને NIAને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. શનિવારે NIAએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં દરોડા પાડ્યા હતા. જમ્મુ-કાશ્મીરના સાત જિલ્લામાં કુલ 15 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. NIA આતંકવાદીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે.

શ્રીનગરમાં યોજાનારી જી-20 બેઠકને ધ્યાનમાં રાખીને દાલ લેક અને તેની આસપાસના વિસ્તારોમાં માર્કોસ કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે. માર્કોસ કમાન્ડો પણ દાલ લેકમાં તકેદારી રાખતા જોવા મળ્યા હતા.

શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં જી-20 બેઠકનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં ભાગ લેવા આવનારા પ્રતિનિધિઓ અને અધિકારીઓ માટે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.