Desi jugaad: ભારતના આ દેશી જુગાડ સામે જાપાની ટેક્નોલોજી પણ ફેલ! જુઓ Photo
દરેક કામને પોતાની રીતે સરળ બનાવવા માટે લોકો એવી યુક્તિઓનો ઉપયોગ કરે છે, જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. ટેક્નોલોજી ભલે ગમે ત્યાં પહોંચી જાય, પરંતુ પોતાના દિમાગથી તેઓ એવા દેશી જુગાડ કરે છે કે લોકો તેમના ફેન બની જાય છે.
1 / 6
આપણા દેશમાં દરેક સમસ્યાનો સ્વદેશી ઉકેલ હોય છે, જેમ કે તમે જાણો છો કે લોકો એકથી એક ચડિયાતા દેશી જુગાડ બનાવે છે અને ભારતના આ જુગાડ સામે જાપાનની ટેક્નોલોજી પણ નિષ્ફળ જાય છે, વિશ્વમાં કુશળ લોકોની કોઈ કમી નથી.
2 / 6
આ દેશી જુગાડમાં તમે જોઈ શકો છો કે આ યુવકે તેનું ચાલતું સ્કૂટર તેના જુગાડ સાથે જોડીને તેને મોડિફાઈ કર્યુ છે. આ ફોટોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ વ્યક્તિએ પોતાની બાઇક પર એટલા બધા મુસાફરોને બેસાડી રાખ્યા છે કે તેઓ કારમાં પણ ભાગ્યે જ આવી શકે છે.
3 / 6
આ ફોટામાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક શખ્સે પાણીની ટાંકી કાપીને બાઇકને પાર્ક કરવા માટે શેડનો દેશી જુગાડ બનાવ્યો છે.
4 / 6
આ ફોટો કોરોના કાળનો લાગે છે. જેમાં દૂધ સપ્લાય કરવા માટે કેવા દેશી જુગાડ લગાવવામાં આવી રહ્યા છે.
5 / 6
આ દેશી જુગાડમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક વ્યક્તિએ પાણીની ટાંકી કાપીને શૌચાલય બનાવ્યું છે, જે એક અદ્ભુત જુગાડ છે. તે ખુલ્લામાં જવા કરતાં વધુ સારો જુગાડ છે. આ દેશી જુગાડ જોઈને લોકો દંગ રહી ગયા છે.
6 / 6
આ ફોટોમાં એક બાર્બરે ખુરશી માટે લગાવેલો દેશી જુગાડ જોવા મળી રહ્યો છે જ્યારે બીજી તસવીરમાં દરવાજાને લોક કરવા માટે ગજબ જુગાડ લગાવ્યો છે.