Breaking News: FSSAI એ લીધો અત્યાર સુધીનો સૌથી મોટો અને કડક નિર્ણય, આ એક જાહેરાતથી હજારો વિક્રેતાઓની ઊંઘ ઊડી ગઈ

દેશમાં દૂધની શુદ્ધતા અને ગુણવત્તા પર ઊભા થયેલા ગંભીર સવાલો વચ્ચે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ટૂંકમાં, અત્યાર સુધી જે દૂધનો વેપાર કોઈ પણ રોકટોક વગર ચાલતો હતો, તેના પર હવે સરકારે કાયદાનો સકંજો કસ્યો છે.

| Updated on: Mar 16, 2026 | 4:21 PM
1 / 6
દેશમાં દૂધની ક્વોલિટી અને ભેળસેળ અંગે વધતી જતી ચિંતાઓ વચ્ચે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ મોટો નિર્ણય લીધો છે. ફૂડ સિક્યોરિટી રેગ્યુલેટરના જણાવ્યા અનુસાર, હવે દૂધ સંબંધિત વ્યવસાય ચાલુ રાખવા અથવા શરૂ કરતા પહેલા રજિસ્ટ્રેશન કે લાયસન્સ મેળવવું અનિવાર્ય છે. તાજેતરમાં રજૂ કરાયેલ નિર્દેશમાં FSSAI એ કહ્યું છે કે, ઘણા દૂધ વિક્રેતાઓ અને ઉત્પાદકો હજુ પણ લાયસન્સ વગર કામ કરી રહ્યા છે, જે ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન છે.

2 / 6
FSSAI મુજબ, આ નિર્દેશ એ તમામ દૂધ વિક્રેતાઓ અને ઉત્પાદકોને લાગુ પડશે, જેઓ કોઈ ડેરી સહકારી મંડળીના સભ્ય નથી. રેગ્યુલેટરે સ્પષ્ટ કર્યું છે કે, જે દૂધ ઉત્પાદકો સહકારી મંડળીઓના સભ્ય નથી અને સીધું બજારમાં દૂધ વેચે છે, તેમણે વ્યવસાય શરૂ કરતા અથવા ચાલુ રાખતા પહેલા FSSAI પાસે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. જો કે, જે ખેડૂતો કોઈ ડેરી સહકારી મંડળીના સભ્ય છે અને પોતાનું તમામ દૂધ તે જ મંડળીને વેચે છે, તેમને આ નિયમમાંથી રાહત આપવામાં આવી છે.

3 / 6
દેશભરમાં દૂધમાં ભેળસેળની વધતી જતી ઘટનાઓ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. FSSAI નું કહેવું છે કે, ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી દૂધમાં ભેળસેળના કિસ્સાઓ સામે આવ્યા છે. ભારતમાં દૂધના પુરવઠાનો મોટો હિસ્સો હજુ પણ અસંગઠિત ક્ષેત્ર (Unorganized Sector) માંથી આવે છે, જ્યાં નાના ઉત્પાદકો અને સ્થાનિક વિક્રેતાઓ સીધા ગ્રાહકોને દૂધ વેચે છે. આવા કિસ્સાઓમાં દેખરેખ અને ટ્રેસિંગ કરવું મુશ્કેલ બની જાય છે. રેગ્યુલેટરનું માનવું છે કે, તમામ વિક્રેતાઓને લાયસન્સ વ્યવસ્થા હેઠળ લાવવાથી દૂધની સપ્લાય ચેઈનમાં પારદર્શકતા વધશે અને જવાબદારી નક્કી કરવી સરળ બનશે.

4 / 6
FSSAI એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અમલીકરણ અધિકારીઓને (Enforcement Officers) સૂચના આપી છે કે, તેઓ સુનિશ્ચિત કરે કે દૂધ વેચતા તમામ ઉત્પાદકો અને વિક્રેતાઓ પાસે માન્ય રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અથવા લાયસન્સ હોય. આ ઉપરાંત, અધિકારીઓને દૂધના સ્ટોરેજ સાથે જોડાયેલી સુવિધાઓની પણ સમયાંતરે તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ દરમિયાન રેગ્યુલેટરે ખાસ કરીને મિલ્ક ચિલર (દૂધને ઝડપથી ઠંડુ કરવા અને તેની ગુણવત્તા જાળવવા માટેનું એક આવશ્યક સાધન) ની સમયાંતરે તપાસ કરવા પર ભાર મૂક્યો છે, જેથી દૂધને યોગ્ય તાપમાન પર રાખી શકાય અને બગડતું અટકાવી શકાય.

5 / 6
FSSAI એ રાજ્યોને સૂચના આપી છે કે, તેઓ પોતપોતાના વિસ્તારોમાં રજિસ્ટ્રેશન અભિયાન ચલાવે, જેથી નાનાપાયાના દૂધ ઉત્પાદકો અને વિક્રેતાઓને પણ લાયસન્સ સિસ્ટમમાં એડ (Add) કરી શકાય. આ સાથે જ દૂધ અને ડેરી ઉત્પાદનો પર દેખરેખ વધારવા માટે ખાસ તપાસ અભિયાનો પણ નિયમિતપણે ચલાવવામાં આવી રહ્યા છે.

6 / 6
નિષ્ણાતોનું માનવું છે કે, આ પગલાથી ભારતના ડેરી સેક્ટરના મોટા અસંગઠિત હિસ્સા પર વધુ સારી દેખરેખ શક્ય બનશે. આનાથી દૂધની સપ્લાય ચેઈન વધુ પારદર્શક બનશે અને ગ્રાહકો સુધી સુરક્ષિત તેમજ શુદ્ધ દૂધ પહોંચાડવામાં મદદ મળશે.