ચાની કિટલીથી લઈ ગિટાર અને બાસ્કેટ સુધી, દુનિયાની આ ઈમારતો છે અચરજ પમાડે તેવી, જુઓ તસવીરો

|

Jul 12, 2022 | 11:36 AM

ચીનનું મેઇટન ટી મ્યુઝિયમ (Meitan Tea Museum) અને ફ્લોરિડાની સેમિનોલ હાર્ડ રોક હોટેલ (Seminole Hard Rock Hotel) તેના ઉદાહરણો છે. દુનિયામાં ઘણી એવી ઈમારતો છે જે પોતાના ખાસ આકારને કારણે અચરજ પમાડે છે. જાણો તેમના વિશે.

1 / 5
સમગ્ર વિશ્વમાં ઊંચી ઇમારતોની સંખ્યા વધી રહી છે. છેલ્લા ઘણા સમયથી તેમને આકાર આપવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ચીનનું મેઇટન ટી મ્યુઝિયમ (Meitan Tea Museum)અને ફ્લોરિડાની સેમિનોલ હાર્ડ રોક હોટેલ(Seminole Hard Rock Hotel)તેના ઉદાહરણો છે. દુનિયામાં ઘણી એવી ઈમારતો છે જે પોતાના ખાસ આકારને કારણે અચરજ પમાડે છે. જાણો તેમના વિશે.

2 / 5
આ તસવીર કોઈ સામાન્ય ટોપલીની નથી પરંતુ લોંગબર્ગર કંપનીના હેડક્વાર્ટરની છે. ઓહિયોના નેવાર્ક શહેરમાં બનેલી આ લાકડાની ટોપલી જેવી ઇમારત પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. તેને આ રીતે બનાવવા પાછળ એક ખાસ કારણ પણ સામે આવ્યું છે. વાસ્તવમાં, જે કંપનીનું મુખ્યાલય ત્યાં છે, તે એક સમયે લાકડાની ટોપલી બનાવતી કંપની રહી છે.

3 / 5
આ તસવીર અમેરિકાના મિઝોરીમાં આવેલી કેન્સાસ સિટી પબ્લિક લાઇબ્રેરીની છે. બહારથી પુસ્તકોના આકારમાં બનેલી આ લાઈબ્રેરીને જોતા એવું લાગે છે કે અહીં મોટા કદના પુસ્તકો રાખવામાં આવ્યા છે. આ 25 ફૂટ ઉંચી લાઇબ્રેરી 22 પુસ્તકોથી ભવ્ય આકારની છે.

4 / 5
ચીનના મિતાન ટી મ્યુઝિયમની આ તસવીર છે. કિટલી જેવી દેખાતી આ ઈમારતની ઊંચાઈ 73.8 મીટર છે. 5 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલી આ વિશ્વની સૌથી મોટી ચાની કીટલી આકારની ઇમારત છે. તેની બાજુમાં જ એક વિશાળ કપ પણ બનાવવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે તે બહુમાળી ઈમારત પર બનાવવામાં આવી છે.

5 / 5
હોલીવુડ, ફ્લોરિડામાં આવેલી સેમિનોલ હાર્ડ રોક હોટેલની આ તસવીર છે, જે ગિટારના આકારમાં બનેલી છે. આ 36 માળની હોટલમાં 638 રૂમ, સ્યુટ અને કેસિનો સહિત મનોરંજનની જગ્યાઓ છે. તેમાં 7 હજાર લોકો આવી શકે છે. આ 450 ઊંચી હોટેલ 2014માં બનાવવામાં આવી હતી.

Next Photo Gallery