
ભાવિશ અગ્રવાલ: ઓલા કેબ્સના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલ આઈઆઈટી બોમ્બેના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેને આઈઆઈટી બોમ્બેમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં બીટેક કર્યું. 2018 માં ટાઇમ મેગેઝિને ભાવિશને દુનિયાના 100 સૌથી પ્રભાવશાળી લોકોની લિસ્ટમાં નામ આપ્યું હતું. (PTI)

ચેતન ભગતઃ ચેતન ભગતે 5 Point Someone, 3 Mistakes of My Life અને Half Girlfriend જેવા પુસ્તકો લખ્યા છે. ચેતને આઈઆઈટી દિલ્હીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. આ ઉપરાંત તેને આઈઆઈએમ અમદાવાદમાંથી એમબીએ કર્યું છે. (PTI)

દીપેન્દ્ર ગોયલ: ફૂડ ડિલિવરી એપ ઝોમેટોના ફાઉન્ડર દીપેન્દ્ર ગોયલ પણ આઈઆઈટીયન છે. ગોયલે મેથ્સ અને કોમ્પ્યુટિંગમાં આઈઆઈટી દિલ્હીમાંથી વર્ષ 2005માં ઈન્ટીગ્રેટેડ એમટેક ડિગ્રી લીધી હતી. તેને તેના કરિયરની શરૂઆત Bain & Co સાથે કરી હતી. તેને વર્ષ 2008માં ઝોમેટોની સ્થાપના કરી હતી. (PTI)

સચિન બંસલઃ ફ્લિપકાર્ટના ફાઉન્ડર સચિન બંસલે પણ આઈઆઈટીમાંથી અભ્યાસ કર્યો છે. ઈ-કોમર્સ સેક્ટરની કંપની ફ્લિપકાર્ટ બનાવતા પહેલા સચિને આઈઆઈટી દિલ્હીથી બીટેક કર્યું હતું. તેને તેના મિત્ર બિન્ની બંસલ સાથે મળીને ફ્લિપકાર્ટ શરૂ કર્યું. શરૂઆતના દિવસોમાં સચિન અને બિન્ની બંને ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન માટે કામ કરતા હતા. અહીંથી ભારતમાં પણ આવું જ પ્લેટફોર્મ બનાવવાનો આઈડિયી તેમના મગજમાં આવ્યો. (File Photo)