
કેસરી: 2019ની ફિલ્મ કેસરી સારાગઢીના યુદ્ધની વાસ્તવિક ઘટના પર આધારિત છે. જ્યાં બ્રિટિશ ભારતીય સેનાના માત્ર 21 શીખ સૈનિકોએ 10,000 આફ્રિદી અને ઓરકઝાઈ પશ્તુન આદિવાસીઓ સામે લડ્યા હતા. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા મુખ્ય ભૂમિકામાં હતા.(IMage-hindustan times)

ભુજ : પ્રાઈડ ઓફ નેશન: ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવેલી ફિલ્મ ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા વર્ષ 1971માં ભારત-પાક યુદ્ધની વાસ્તવિક ઘટના પર આધારિત છે. યુદ્ધ દરમિયાન IAF અધિકારી વિજય કર્ણિકે કટોકટીની સ્થિતિમાં 300 ગામડાંની મહિલાઓની મદદથી રન-વે તૈયાર કરાવ્યો હતો. રાતોરાત બનેલા આ રન-વે સાથે તેણે ઈતિહાસ રચ્યો. (Image-boxoffice world wide)

ટેંગો ચાર્લી: 2005ની ફિલ્મ ટેંગો ચાર્લી ચાંદએ BSF જવાનોની વાર્તા છે. જેમને ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદને કારણે કારગીલ મોકલવામાં આવે છે. યુદ્ધના વાતાવરણ વચ્ચે સમગ્ર બટાલિયનને ઘણો સંઘર્ષ કરવો પડે છે. (Image-YouTube)

બોર્ડર: વર્ષ 1997માં રિલીઝ થયેલી ફિલ્મ બોર્ડર એક બ્લોકબસ્ટર ફિલ્મ હતી. જે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત હતી. આ ફિલ્મ લોંગેવાલા યુદ્ધ પર પ્રકાશ ફેંકે છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે 120 બહાદુર ભારતીય સૈનિકો રાજસ્થાનની લોંગેવાલા પોસ્ટ પર આખી રાત પાકિસ્તાનની ટેન્ક રેજિમેન્ટનો સામનો કરે છે.

LOC કારગિલ: અજય દેવગણ, સંજય દત્ત, અભિષેક બચ્ચન, સુનીલ શેટ્ટી અભિનીત LOC કારગિલ ભારતીય સેનાના સફળ ઓપરેશન વિજયની વાર્તા વર્ણવે છે. જે 1999માં શરૂ કરવામાં આવી હતી. આ ઓપરેશન પાકિસ્તાનીઓ દ્વારા કારગીલ પર કબજો રોકવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. (Image-Bollywood hangman)

એરલિફ્ટ: વર્ષ 2016માં રિલીઝ થયેલી ફિલ્મ એરલિફ્ટ કુવૈત ઇરાક યુદ્ધમાં ફસાયેલા ભારતીયોને બચાવવાની વાર્તા છે. આ ફિલ્મમાં અક્ષય કુમારે રણજીતની ભૂમિકા ભજવી હતી. જેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને ઘણા ભારતીયોને સુરક્ષિત રીતે ભારત લઈ ગયા હતા.(Image-koimoi)