
શુક્રવારના દિવસે વહેલા સવારે ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરીને શુભ મૂહુર્તમાં માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. પૂજા દરમિયાન માતાને કમળ અથવા સફેદ ફૂલો અર્પણ કરવો. આ સાથે ઘીનો દીવો પ્રગટાવી ધૂપ-દીપ કરો.

ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મીને ફૂલ અર્પણ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રગ્રહને પ્રેમ, સૌદર્ય અને દાંપત્ય જીવનનો કારક માનવામાં આવે છે. શુક્રગ્રહને રીજવવા માટે તેમના બીજ મંત્રનો 108 વખત જાપ કરવો.

આ ઉપરાંત તમે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને ચોખાની ખીરનો ભોગ ધરાવવો પણ શુભ માનવામાં આવે છે. લોકમાન્યતા અનુસાર આમ કરવાથી રમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાલી માટે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકાય છે.

તેમજ આ દિવસે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા મંદિરમાં સફેદ રંગની વસ્તુનું દાન કરવું જોઈએ. આમ કરવાથી શુક્રગ્રહની શુભતા સાથે જોડાયેલો છે.

ધાર્મિક માન્યતા અનુસાર, માતા લક્ષ્મીનો વાસ સ્વચ્છ અને વ્યવસ્થિત ઘરમાં હોય છે. તેથી શુક્રવારે ઘરના મુખ્ય દરવાજા અને પૂજા સ્થળની ખાસ સફાઈ કરો. દરવાજા પાસે સુંદર રંગોળી બનાવો અને સાંજે દીવો પ્રગટાવો. પરંપરા અનુસાર, ઘરની સ્વચ્છતા અને સુંદર સજાવટને શુભતા તથા સકારાત્મક વાતાવરણ સાથે જોડવામાં આવે છે.

Disclaimer: આ લેખમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ પર આધારિત છે, તેને વૈજ્ઞાનિક કે અનિવાર્ય નિયમ તરીકે ન ગણવી.