
આ સિવાય બીજો પ્લાન 439 રૂપિયાનો પ્લાન છે જેની માન્યતા 90 દિવસ જેમાં અમર્યાદિત કૉલિંગ + 300 મફત SMSનો લાભ મળશે

BiTV શું છે? : BiTV એ BSNL ની ડાયરેક્ટ-ટુ-મોબાઇલ ટીવી સેવા છે, જે ગ્રાહકોને 450 થી વધુ લાઇવ ટીવી ચેનલો, વેબ સિરીઝ અને મૂવીઝ જોવા દે છે. તેના અજમાયશ તબક્કામાં 300 થી વધુ મફત ટીવી ચેનલો ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, પરંતુ હવે આ સેવા બીએસએનએલના તમામ સિમ કાર્ડ સાથે સંપૂર્ણ રીતે કાર્યરત છે.

BSNL ગ્રાહકો કોઈપણ BSNL મોબાઈલ પ્લાન સાથે બિલકુલ મફતમાં BiTV નો ઉપયોગ કરી શકે છે. આ સુવિધા BiTV એપ્લિકેશન દ્વારા ઉપલબ્ધ થશે, જેનાથી સ્માર્ટફોન વપરાશકર્તાઓ તેમના મનપસંદ શો અને મૂવીઝ ગમે ત્યાં જોઈ શકશે. હવે BSNL ની મદદથી, તમે ખૂબ જ સસ્તું ભાવે મનોરંજનનો આનંદ લઈ શકો છો.