
તો અન્ય કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પત્થર વચ્ચે બનેલો ખાડો છે. જે લાલ માટીથી ભરેલો છે. ભૂકંપ આવવાને કારણે માટી સાફ થવાને કારણે હવે દરવાજો દેખાવા લાગ્યું છે. જોકે તસવીર પરથી યોગ્ય આકારનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. (ફોટો:પિક્સાબે)

આ દરવાજો જે જગ્યા પરથી મળ્યો છે તેને ગ્રીનહ્યૂ પેડિમેંટ (Greenheugh Pediment)કહે છે જેનો ફોટો 7 મે 2022ના રોજ ક્યૂરિયોસિટી રોવરના માસ્ટરકૈમે લીધી હતી. નાસાએ જણાવ્યું હતું કે મંગળ ગ્રહ પર રહેલા લૈંડર્સ અને રોવર્સે ઘણા વિચિત્ર અને શાનદાર ફોટા મોકલ્યા છે. (ફોટો:પિક્સાબે)

સામાન્ય રીતે આવી શોધને એલિયન સાથે જોડી દેવાય છે. જોકે નાસાએ કહ્યું છે કે આ પ્રકારની વાતોથી દૂર રહેવું જોઈએ. જયાં સુધી ચોક્કસ તારણ ન નીકળે ત્યાં સુધી કોઈ અફવા ફેલાવવી યોગ્ય નથી. એટલે બની શકે કે આ ઘર જેવા લાગતા દરવાજાની તસવીરમાંથી પણ કોઈ બીજી માહિતી પ્રાપ્ત થઈ શકે (ફોટો:પિક્સાબે)