
રાષ્ટ્રીય ભાજપ કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલીયાએ પરીવાર સાથે મતદાન કર્યુ, ગઢડા એમ એમ હાઈસ્કુલ મતદાન મથક પર મતદાન કર્યું હતુ. દરેક લોકોએ ફરજીયાત મતદાન કરવા અપીલ કરી હતી તેમજ પોતાના પસંદગીના ઉમેદવારોને મત આપવા અપીલ કરી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ભાવનગર જિલ્લાના હનોલ ગામમાં તેમનો મત આપ્યો.. મનસુખ માંડવિયાએ પત્ની નીતા માંડવિયા અને પરિવારના અન્ય 25 સભ્યોએ સાથે મતદાન આપવા પહોંચ્યા હતા.

ભાવનગર પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ તેમની પત્ની સાથે ભાવનગરમાં મતદાન કર્યું હતું.

રાજકોટના રાજવી માંધાતાસિંહે મતદાન કર્યું. વિન્ટેજ કારમાં પરિવાર સાથે તેઓ મતદાન મથક પહોંચ્યા અને મતદાન કર્યું હતુ.

અમરેલી બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સાયકલ પર સવાર થઈને મતદાન મથક પહોંચ્યા હતા અને પોતાનો કિંમતી મત આપ્યો.

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પોરબંદરમાં મતદાન કર્યું. મતદાન મથક પર તેમની પત્ની સાથે જોવા મળ્યા હતા.

ભૂજમાં વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યએ પરિવાર સાથે મતદાન કર્યુ. તો સાથે લોકશાહીના પર્વમા લોકોને જોડાવવા માટે પણ અપીલ કરી.

વલસાડમાં ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે અને રાજ્યની જનતાએ ભાજપને મત આપવાનું નક્કી કર્યું છે. લોકોને ભાજપમાં વિશ્વાસ છે અને રાજ્યમાં આગળ વિકાસ થશે. રાજ્યમાં ભાજપની સરકાર બનશે.