Winter Care: શિયાળાની ઋતુમાં ઈચ્છો છો ગ્લોઈંગ સ્કીન, આ 5 ઘરેલું ઉપાય અજમાવો

|

Jan 05, 2022 | 9:54 PM

Glowing skin: શિયાળાની ઋતુમાં ત્વચા શુષ્ક અને નિર્જીવ થઈ જવી એ સામાન્ય બાબત છે. આવી સ્થિતિમાં તમે ત્વચાની સંભાળ માટે ઘરેલું ઉપચાર અજમાવી શકો છો. તે ત્વચાને ચમકદાર બનાવવામાં પણ મદદ કરશે.

1 / 5
ચણાના લોટનો ફેસ પેક - આ ફેસ પેક ઓઇલી, ખીલ ગ્રસ્ત ત્વચા માટે ફાયદાકારક છે. તે ત્વચાને પોષણ આપે છે. આ ફેસ પેક બનાવવા માટે 2 ચમચી ચણાના લોટમાં થોડું દૂધ અને એક ચપટી હળદર ભેળવીને ચહેરા પર લગાવો. 20 મિનિટ માટે રહેવા દો અને પછી ધોઈ લો.

2 / 5
હની ફેસ પેક - એક બાઉલમાં બે ચમચી મધ, થોડું દહીં અને એક ચપટી હળદર મિક્સ કરો. તેને તમારા ચહેરા પર સરખી રીતે લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો. આ પેક ટેન દૂર કરવામાં મદદ કરશે અને શુષ્કતાને પણ અટકાવશે.

3 / 5
બનાના અને રોઝ વોટર ફેસ પેક - આ પેક શિયાળામાં સૌથી સામાન્ય સમસ્યા એટલે કે શુષ્ક અને નિર્જીવ ત્વચામાં નવો જીવ લાવશે. એક છૂંદેલા કેળાને ગુલાબજળમાં મિક્સ કરીને ચહેરા અને ગરદન પર લગાવો. તેને થોડીવાર માટે રહેવા દો. ત્યાર બાદ ચહેરો ધોઈ લો.

4 / 5
ઓટ્સ ફેસ પેક - થોડા દહીં સાથે 2 ચમચી ઓટ્સ મિક્સ કરો. તેમાં અડધુ લીંબુ નિચોવી. તેને ચહેરા પર લગાવો અને 15 મિનિટ માટે રહેવા દો. આ પેક ત્વચાની નિસ્તેજતા દૂર કરે છે અને ત્વચાને ચમકદાર અને પોષણયુક્ત બનાવે છે.

5 / 5
એલોવેરા ફેસ પેક - એલોવેરા ત્વચાને હાઇડ્રેટ કરે છે. તે મૃત ત્વચાને દૂર કરવામાં પણ મદદ કરે છે.આ માટે તાજુ એલોવેરા જેલ લો અને તેમાં બદામનું તેલ ઉમેરો. તેને તમારા ચહેરા પર સરખી રીતે લગાવો અને 20 મિનિટ પછી ધોઈ લો.

Next Photo Gallery