Food Inflation: માત્ર લીલા શાકભાજી જ નહીં, જીરું સહિતના આ મસાલા પણ થયા મોંઘા

|

Jul 01, 2023 | 4:41 PM

ચોમાસાના આગમનની સાથે જ મોંઘવારીએ તેનું સાચું સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. જેને લઈને સામાન્ય જનતા પરેશાન થઈ ગઈ છે. લોકો વિચારી રહ્યા છે કે માત્ર ટામેટા અને લીલા શાકભાજી મોંઘા થયા છે, પરંતુ એવું નથી. આદુ અને લસણના ભાવમાં પણ ભડકો થયો છે.

1 / 5

2 / 5
લસણના જથ્થાબંધ ભાવમાં બમ્પર વધારો નોંધાયો છે. જેના કારણે છૂટક બજારમાં પણ લસણ મોંઘુ થયું છે. મોંઘવારીની હાલત એવી છે કે જે લસણ 100 થી 120 રૂપિયા પ્રતિ કિલો વેચાતું હતું તે હવે છૂટક બજારમાં 140 રૂપિયા થઈ ગયું છે.

3 / 5
દુકાનદારોનું કહેવું છે કે આગામી દિવસોમાં ભાવમાં વધુ વધારો થઈ શકે છે. ગત વર્ષે વધુ ઉત્પાદનને કારણે લસણનો દર ઘણો નીચો હતો. ખેડૂતો ખર્ચ પણ વસૂલ કરી શક્યા ન હતા. આવી સ્થિતિમાં ખેડૂતોએ લસણની અનેક બોરીઓ રસ્તા અને મંડીઓની બહાર ફેંકી દીધી હતી.

4 / 5
તેવી જ રીતે આદુના ભાવમાં પણ આગ લાગી છે. આદુ જે 120 થી 140 રૂપિયા પ્રતિ કિલો વેચાતું હતું તે હવે છૂટક બજારમાં 250 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે. તેવી જ રીતે લીલા મરચાના ભાવમાં પણ ઉછાળો નોંધાયો છે. લીલા મરચાનો ભાવ 150 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

5 / 5
જથ્થાબંધ બજારમાં જીરું પણ ઘણું મોંઘું થયું છે. કિંમત એટલી વધી ગઈ છે કે તમે ખરીદતા પહેલા 10 વાર વિચારશો. દેશની મંડીઓમાં જીરાની કિંમત 58,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. જ્યારે આ વર્ષે જાન્યુઆરી મહિના સુધી જીરાનો બજાર ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 35,000 હતો.

Published On - 4:41 pm, Sat, 1 July 23

Next Photo Gallery