શરીરમાં આ 5 જગ્યાએ થતો દુખાવો આપે છે હાર્ટ એટેકનો સંકેત
હાર્ટ એટેકના લક્ષણો અલગ અલગ હોય છે, જેમાં હળવા, તીવ્ર છાતીના દુખાવાથી લઈને અસામાન્ય દુખાવો કે ક્યારેક બિલકુલ દુખાવો થતો નથી. જો કે, બધા શારીરિક દુખાવા હાર્ટ એટેકના સંકેત આપતા નથી, ત્યારે આ લેખમાં જાણીશું કે, શરીરમાં કઈ જગ્યાએ થતો દુખાવો સંભવિત હાર્ટ એટેકનો સંકેત આપે છે.
1 / 7
હાર્ટ એટેકના લક્ષણો અલગ અલગ હોય છે, જેમાં હળવા, તીવ્ર છાતીના દુખાવાથી લઈને અસામાન્ય દુખાવો કે ક્યારેક બિલકુલ દુખાવો થતો નથી. જો કે, બધા શારીરિક દુખાવા હાર્ટ એટેકના સંકેત આપતા નથી.
2 / 7
છાતીમાં દુખાવો: હાર્ટ એટેકનું સૌથી સામાન્ય લક્ષણ છાતીમાં દુખાવો અથવા બેચેની અનુભવવી છે.આ દરમિયાન તમને પ્રેસર, જકડાઈ જવું, સંકોચન અથવા ભારેપણું જેવો અનુભવ થઈ શકે છે. આ દુખાવો છાતીના ડાબા ભાગમાં અથવા મધ્યમાં થાય છે.
3 / 7
હાથમાં દુખાવો:એક અથવા બંને હાથમાં દુખાવો અથવા બેચેની જે ઘણીવાર છાતીથી ડાબા હાથ બાજુ જોવા મળે છે, માં વ છે, તેહાર્ટ એટેકનાનું બીજો સંભવિત સંકેત છે. ક્યારેક દુખાવો ખભા અને પીઠ બંને તરફ થાય છે.
4 / 7
ગળા અને જડબામાં દુખાવો: કેટલાક લોકોને ગળામાં અથવા નીચલા જડબામાં દુખાવો થઈ શ કેછે, જે ખાસ કરીને ચાલતી વખતે અથવા કસરત કરતી વખતે થાય છે. જેનાથી દાંતમાં દુખાવો, ગૂંગળામણ અથવા ગરદનમાં દબાણ જેવું અનુભવાય છે.
5 / 7
પેટમાં દુખાવો: પેટના ઉપરના ભાગમાં દુખાવો ક્યારેક હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે. આ દુખાવામાં શરીર જકડાઈ જવું અથવા દબાણ જેવું અનુભવાય છે અને ઉલટી પણ થઈ શકે છે.
6 / 7
કોઈ દુખાવો નહીં: લગભગ 10 ટકા હાર્ટ એટેકમાં ખૂબ જ હળવો દુખાવો થઈ શકે છે અથવા બિલકુલ દુખાવો થતો નથી. આને સાયલન્ટ મ્યોકાર્ડિયલ ઇસ્કેમિયા કહેવામાં આવે છે અને તે ડાયાબિટીસના દર્દીઓ, વૃદ્ધો અને ન્યુરોપથીના દર્દીઓમાં વધુ જોવા મળે છે.
7 / 7
જો કે, હાર્ટ એટેકના લક્ષણો દરેક વ્યક્તિમાં એકસમાન હોતા નથી. જો તમને ઉપર મુજબના લક્ષણો અનુભવાય તો તાત્કાલિક તબીબી સહાય લેવી જોઈએ. આ અહેવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે.