1 / 5
માછલીઓ પર થયેલા સંશોધનમાં જે નવી માહિતી સામે આવી છે. સંશોધકો કહે છે કે, માછલીઓ ગણિત સમજે છે. તે સમજી શકે છે કે શું મોટું છે અને શું નાનું છે. કઈ સંખ્યા વધુ અને કઈ સંખ્યા ઓછી. સંશોધકોનું માને છે કે, ભલે તેમની ગણતરીની પદ્ધતિ માનવીઓ જેવી નથી, પરંતુ સંશોધનમાં એ સાબિત થયું છે કે તેમને ગણિતની મૂળભૂત સમજ પણ છે.