First Solar-Lunar Eclipse 2026: ફાગણમાં દ્વિ-ગ્રહણનો સંયોગ, આ સપ્તાહમાં જ જોવા મળશે વર્ષનું પ્રથમ ગ્રહણ, ભારત માટે શું રહેશે ખાસ?

ફાગણ 2026માં બે મોટા ગ્રહણ થવા જઈ રહ્યા છે. 17 ફેબ્રુઆરીએ સૂર્યગ્રહણ અને 3 માર્ચે ચંદ્રગ્રહણ. જાણો ભારત માટે સમય, ધાર્મિક મહત્વ, સુતક અને દાનના નિયમો.

| Updated on: Feb 11, 2026 | 9:49 AM
1 / 7
2026નું પ્રથમ ચંદ્રગ્રહણ 3 માર્ચે પૂર્ણિમાના દિવસે થશે જ્યારે સૂર્યગ્રહણ 17 ફેબ્રુઆરીએ લાગશે. ચંદ્રગ્રહણ ત્યારે બને છે જ્યારે પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે છે અને સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવે છે. ગ્રહણ દરમિયાન સુતક કાળને કારણે પૂજા-પાઠ કરવું અશુભ માનવામાં આવે છે. (Image Credit source: Google)

2026નું પ્રથમ ચંદ્રગ્રહણ 3 માર્ચે પૂર્ણિમાના દિવસે થશે જ્યારે સૂર્યગ્રહણ 17 ફેબ્રુઆરીએ લાગશે. ચંદ્રગ્રહણ ત્યારે બને છે જ્યારે પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે છે અને સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવે છે. ગ્રહણ દરમિયાન સુતક કાળને કારણે પૂજા-પાઠ કરવું અશુભ માનવામાં આવે છે. (Image Credit source: Google)

2 / 7
સૂર્યગ્રહણ શું છે? (What is Solar Eclipse)

સૂર્યગ્રહણ ત્યારે બને છે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવી જાય છે અને પૃથ્વી પર તેની છાયા પડે છે. આ ઘટના અમાસના દિવસે બને છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્ય આત્મા, આત્મવિશ્વાસ, સત્તા અને આરોગ્યનો કારક માનવામાં આવે છે. ગ્રહણ દરમિયાન સૂર્યની ઉર્જા નબળી પડે છે એવી માન્યતા છે. 17 ફેબ્રુઆરી, 2026એ લાગનાર સૂર્યગ્રહણ ભારતમાંથી જોવા નહીં મળે. (Image Credit source: AI)

સૂર્યગ્રહણ શું છે? (What is Solar Eclipse) સૂર્યગ્રહણ ત્યારે બને છે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવી જાય છે અને પૃથ્વી પર તેની છાયા પડે છે. આ ઘટના અમાસના દિવસે બને છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્ય આત્મા, આત્મવિશ્વાસ, સત્તા અને આરોગ્યનો કારક માનવામાં આવે છે. ગ્રહણ દરમિયાન સૂર્યની ઉર્જા નબળી પડે છે એવી માન્યતા છે. 17 ફેબ્રુઆરી, 2026એ લાગનાર સૂર્યગ્રહણ ભારતમાંથી જોવા નહીં મળે. (Image Credit source: AI)

3 / 7
ચંદ્રગ્રહણ શું છે?

ચંદ્રગ્રહણ પૂર્ણિમાના દિવસે બને છે, જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્ર વચ્ચે આવી જાય છે અને તેની છાયા ચંદ્ર પર પડે છે. જ્યોતિષ મુજબ ચંદ્ર મન અને ભાવનાઓનો કારક છે. ગ્રહણ દરમિયાન માનસિક અસ્વસ્થતા, ગૂંચવણ અને ભાવનાત્મક ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. (Image Credit source: Google)

ચંદ્રગ્રહણ શું છે? ચંદ્રગ્રહણ પૂર્ણિમાના દિવસે બને છે, જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્ર વચ્ચે આવી જાય છે અને તેની છાયા ચંદ્ર પર પડે છે. જ્યોતિષ મુજબ ચંદ્ર મન અને ભાવનાઓનો કારક છે. ગ્રહણ દરમિયાન માનસિક અસ્વસ્થતા, ગૂંચવણ અને ભાવનાત્મક ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. (Image Credit source: Google)

4 / 7
3 માર્ચ, 2026એ થનાર ચંદ્રગ્રહણ ભારતમાં સ્પષ્ટ રીતે દેખાશે, જે સાંજે 06:26 થી 06:46 સુધી ચાલશે. (Image Credit source: AI)

3 માર્ચ, 2026એ થનાર ચંદ્રગ્રહણ ભારતમાં સ્પષ્ટ રીતે દેખાશે, જે સાંજે 06:26 થી 06:46 સુધી ચાલશે. (Image Credit source: AI)

5 / 7

ગ્રહણ દરમિયાન શું કરવું?

ગ્રહણ દરમિયાન સુતક કાળ માનવામાં આવે છે. આ સમયમાં મંદિરના દ્વાર બંધ રાખવામાં આવે છે અને પૂજા-પાઠ કરવું ટાળવામાં આવે છે. પરંતુ અંતર્મનમાં ભગવાનનું સ્મરણ, મંત્રજાપ અને ધાર્મિક ગ્રંથોનું પઠન કરી શકાય છે. (Image Credit source: AI)

ગ્રહણ દરમિયાન શું કરવું? ગ્રહણ દરમિયાન સુતક કાળ માનવામાં આવે છે. આ સમયમાં મંદિરના દ્વાર બંધ રાખવામાં આવે છે અને પૂજા-પાઠ કરવું ટાળવામાં આવે છે. પરંતુ અંતર્મનમાં ભગવાનનું સ્મરણ, મંત્રજાપ અને ધાર્મિક ગ્રંથોનું પઠન કરી શકાય છે. (Image Credit source: AI)

6 / 7
સ્નાન અને દાનનું મહત્વ:

ગ્રહણ પહેલાં અને બાદમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. ગંગા, નર્મદા, યમુના અથવા શિપ્રા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવું પુણ્યદાયક માનવામાં આવે છે.
ગ્રહણ પૂર્ણ થયા પછી દાન કરવાનું વિશેષ મહત્વ છે. દૂધ, કાળા કપડા, કાળી ઉડદ, સાત પ્રકારના અનાજ અને સફેદ વસ્ત્રોનું દાન શુભ માનવામાં આવે છે. (Image Credit source: AI)

સ્નાન અને દાનનું મહત્વ: ગ્રહણ પહેલાં અને બાદમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. ગંગા, નર્મદા, યમુના અથવા શિપ્રા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવું પુણ્યદાયક માનવામાં આવે છે. ગ્રહણ પૂર્ણ થયા પછી દાન કરવાનું વિશેષ મહત્વ છે. દૂધ, કાળા કપડા, કાળી ઉડદ, સાત પ્રકારના અનાજ અને સફેદ વસ્ત્રોનું દાન શુભ માનવામાં આવે છે. (Image Credit source: AI)

7 / 7
2026ના આ બંને ગ્રહણ ખગોળીય રીતે રોમાંચક અને ધાર્મિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી આ તારીખોને ધ્યાનમાં રાખીને ધાર્મિક નિયમોનું પાલન કરવું શુભ રહેશે. (Image Credit source: AI)

2026ના આ બંને ગ્રહણ ખગોળીય રીતે રોમાંચક અને ધાર્મિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી આ તારીખોને ધ્યાનમાં રાખીને ધાર્મિક નિયમોનું પાલન કરવું શુભ રહેશે. (Image Credit source: AI)

Published On - 9:07 am, Wed, 11 February 26