
એજન્સીએ ગગનયાન ટેસ્ટ ફ્લાઇટ માટે પ્રથમ ક્રૂ મોડ્યુલના સંદર્ભમાં જણાવ્યું હતું કે પ્રથમ વિકાસ ફ્લાઇટ પરીક્ષણ વાહન (ટીવી-ડી1) તૈયારીના અંતિમ તબક્કામાં છે. પરીક્ષણ વાહન સિંગલ સ્ટેજ રોકેટ છે, જે આ મિશન માટે તૈયાર કરવામાં આવ્યું છે.

ઈસરોના અધિકારીએ જણાવ્યું કે ક્રૂ એસ્કેપ સિસ્ટમ (સીઈએસ) ગગનયાનનું એક મહત્વપૂર્ણ તત્વ છે. ISROના અધિકારીઓના જણાવ્યા અનુસાર ટેસ્ટ વ્હીકલ TV-D1નું પરીક્ષણ આ મહિને કરવામાં આવશે, જે ગગનયાન પ્રોગ્રામ હેઠળના ચાર પરીક્ષણ મિશનમાંથી એક છે.