
રામલલ્લાની નગરી અયોધ્યામાં પણ રામ લાડુનું વેચાણ થવા લાગ્યું છે. અહીંના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડમાં રામ લાડુનું નામ સામેલ છે. આ કોઈ મીઠાઈ નથી રામ લાડુ એક ફરસાણ છે. જે મગની દાળમાંથી બનેલા રામ લાડુ અયોધ્યાના લોકોને ખૂબ જ પસંદ આવે છે. જો તમે ક્યારેય અયોધ્યા જાવ અથવા હાલમાં અયોધ્યામાં હોવ તો રામ લાડુ ખાવાનું ભૂલશો નહીં.

રામ લાડુ ઉપરાંત રામ ખીચડી પણ ખૂબ જ પ્રખ્યાત છે. આ ખીચડી રાજસ્થાનની પારંપરિક વાનગીઓમાંથી એક માનવામાં આવે છે.