
અંજીર ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. દિવસમાં 2-3 અંજીર ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. તેમાં રહેલું ફાઈબર પાચનતંત્રને મજબૂત બનાવે છે. 2-3 અંજીરમાં લગભગ 10-15 ગ્રામ ફાઇબર જોવા મળે છે. આ કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે અને પેટને સાફ રાખે છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ વગેરે જેવા ઘણા મહત્વપૂર્ણ ખનિજો પણ હોય છે. (Photos : Freepik)

તાજા અંજીર ખાવાથી બ્લડ શુગર કંટ્રોલ કરવામાં ખૂબ જ ફાયદો થાય છે. અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે બ્લડ સુગર લેવલને સ્થિર રાખવામાં મદદ કરે છે.

અંજીરમાં હાજર પોટેશિયમ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અંજીરમાં અન્ય તમામ ડ્રાય ફ્રુટ્સ કરતાં વધુ પોટેશિયમ હોય છે.

અંજીરમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે પાચન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે. અંજીરનું નિયમિત સેવન પાચનતંત્રને મજબૂત અને સ્વસ્થ રાખે છે.

પરંતુ વધુ પડતા અંજીરનું સેવન કરવાથી કેટલીક આડઅસર પણ થઈ શકે છે. અંજીરનું વધુ પડતું સેવન કરવાથી ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. (Desclaimer : આ સલાહ સહિત આ સામગ્રી ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. TV 9 gujarati આ માહિતી માટે જવાબદાર નથી.)