FIFA World Cup 2026 : માત્ર 5 લાખની વસ્તી ધરાવતી ટીમે ડેબ્યૂ કરી, સ્પેનનું ધમંડ તોડ્યું!

FIFA World Cup 2026માં એક મોટો ઉલટફેર જોવા મળ્યો. ગ્રુપ-Hની એક મેચમાં કેપ વર્ડે જેવી નાની ટીમે યુરોપિયન ચેમ્પિયન સ્પેનને 0-0ના ડ્રોમાં રોકીને ઇતિહાસ રચ્યો છે. વર્લ્ડ કપમાં આ કેપ વર્ડેની પ્રથમ જ મેચ હતી.

| Updated on: Jun 16, 2026 | 8:19 AM
1 / 6
FIFA World Cup 2026ના ગ્રુપ-Hની પોતાની શરૂઆતની મેચમાં ફૂટબોલ ઇતિહાસના સૌથી ચોંકાવનારા પરિણામોમાંનું એક જોવા મળ્યું. કેપ વર્ડેની ટીમ પ્રથમ વખત FIFA World Cupના મંચ પર રમવા ઉતરેલી હતી. કેપ વર્ડેની ટીમે FIFAની પ્રબળ દાવેદાર અને યુરોપિયન ચેમ્પિયન સ્પેનને 0-0ની બરાબરી પર ડ્રો કરીને ઇતિહાસ સર્જ્યો છે.

2 / 6
આ સાથે જ કેપ વર્ડે જેવી નાની ટીમે પોતાનો પ્રથમ પોઇન્ટ પણ મેળવ્યો છે. કેપ વર્ડેની રમતની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. કારણ કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ તે FIFA World Cup માટે ક્વોલિફાય કરનાર અત્યાર સુધીનો સૌથી નાનો દેશ છે.

3 / 6
વિશ્વ રેન્કિંગમાં 64માં સ્થાને રહેલી આ ટીમ સામે પૂર્વ વિશ્વ ચેમ્પિયન સ્પેન જેવી શક્તિશાળી ટીમ હતી. તેથી કોઈએ પણ આવા પરિણામની કલ્પના કરી નહોતી. આશરે 5 લાખની વસ્તી ધરાવતા આ દેશના ખેલાડીઓ દ્વારા દર્શાવવામાં આવેલી રમતથી ચાહકોના દિલ જીતી લીધા.

4 / 6
આ મેચમાં સ્પેને શરૂઆતથી જ બોલ પર કબજો જાળવી રાખ્યો હતો. લગભગ 70 ટકા સમય સ્પેને બોલને પોતાના નિયંત્રણમાં રાખ્યું હતું. પરંતુ કેપ વર્ડે ટીમના 40 વર્ષીય અનુભવી ગોલકીપર વોઝિન્હા (Vozinha) સ્પેનની ખેલાડીઓ સામે દિવાલની જેમ ઊભા રહ્યા. તેમણે પહેલા હાફમાં ફેરન ટોરેસના ત્રણ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા.

5 / 6
જ્યારે સ્પેનને લાંબા સમય સુધી કોઈ સફળતા મળી નહીં ત્યારે બીજા હાફના અંતિમ 20 મિનિટમાં કોચે પોતાની યુવા સ્ટાર્સ લામિન યામાલ અને નિકો વિલિયમ્સને મેદાનમાં ઉતાર્યા. યામાલે આવ્યા બાદ કેટલાક સારા પાસ બનાવ્યા, પરંતુ કેપ વર્ડેના ખેલાડીઓએ તેમને પણ ખુલ્લી રમત રમવાનો મોકો આપ્યો નહીં. પરિણામે બંને ટીમોએ એક-એક પોઇન્ટ સાથે સંતોષ માનવો પડ્યો.

6 / 6
જ્યારે સ્પેન નોંધપાત્ર સમય સુધી કોઈ સફળતા મેળવવામાં નિષ્ફળ ગયું, ત્યારે કોચે બીજા હાફની અંતિમ 20 મિનિટમાં તેના યુવા ખેલાડીઓને (લેમીન યમાલ અને નીકો વિલિયમ્સ) મેદાનમાં ઉતાર્યા. પરંતુ કેપ વર્ડેના ખેલાડીઓએ તેમને પણ ખુલ્લી રમત રમવાનો મોકો આપ્યો નહીં. પરિણામે બંને ટીમોએ એક-એક પોઇન્ટ સાથે સંતોષ માનવો પડ્યો.

Follow Us