
FIFA વર્લ્ડ કપ 2026, 12 જૂનથી યુનાઇટેડ સ્ટેટ્સ, મેક્સિકો અને કેનેડામાં શરૂ થવા જઈ રહી છે. વિશ્વની સૌથી પ્રખ્યાત અને સૌથી મોંઘી ટ્રોફી માટે 48 ટીમોએ ભાગ લીધો છે.

કોઈપણ રમતમાં સૌથી મોંઘી ટ્રોફી FIFA વર્લ્ડ કપમાં આપવામાં આવે છે. તેની કિંમત તમને આશ્ચર્યચકિત કરી શકે છે. આ ટ્રોફી આશરે 18-કેરેટ સોનાથી બનેલી હોય છે અને તેમાં લગભગ 6.175 કિલોગ્રામ સોનું હોય છે. તેની સાથે ટ્રોફીનો બેઝ લીલા રંગના મેલાકાઇટ (Malachite) પથ્થરની બે સ્તરોથી તૈયાર કરવામાં આવેલો હોય છે.

કિંમત વિશે જો વાત કરીએ તો તેમાં વપરાયેલા સોના અને મેલાકાઇટની વાસ્તવિક કિંમત આશરે 6,16,300 ડૉલર એટલે કે આશરે 5.1 કરોડ હોઈ શકે છે. જોકે તેનું વર્તમાન બજાર મૂલ્ય આશરે 2 કરોડ ડૉલર એટલે આશરે 192 કરોડ રૂપિયા છે.

દરેક વર્લ્ડ કપ ફાઇનલ પછી ટ્રોફી, વિજેતા ટીમને રજૂ કરવામાં આવે છે પરંતુ પછી પાછી લઈ લેવામાં આવે છે. ત્યારબાદ તેને ઝુરિચમાં FIFA ના મુખ્યાલયમાં રાખવામાં આવે છે. ત્યારબાદ વિજેતા ટીમને ટ્રોફીની ચોક્કસ પ્રતિકૃતિ આપવામાં આવે છે. જે તેઓ રાખે છે.

આ ટ્રોફી 1970 ના દાયકામાં ઇટાલિયન શિલ્પકાર સિલ્વિયો ગાઝાનિયા (Silvio Gazzaniga) દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. સૌથી પહેલાં વેસ્ટ જર્મનીએ એ આ ટ્રોફી 1974માં જીતી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ 52 વર્ષથી આ ટ્રોફી વર્લ્ડ કપ વિજેતા ટીમને આપવામાં આવી રહી છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.
Published On - 8:26 am, Tue, 2 June 26