
મેથીના દાણામાં એન્ટી ઈંફ્લેમેટરી ગુણો જોવા મળે છે. જે પીરિયડ્સમાં થતો દુખાવો ઓછો કરવામાં અસરકારક છે.

મેથીના દાણામાં આયર્ન, ફોસ્ફરસ, કેલ્શિયમ વધુ માત્રામાં જોવા મળે છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. આ નાના બીજમાં હાજર એન્ટી ઈંફ્લેમેટરી ગુણો સાંધામાં સોજો ઓછો કરવામાં મદદરૂપ થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે રાત્રે એક ચમચી મેથીના દાણાને પાણીમાં પલાળી રાખો. સવારે તેને ચાવીને ખાઓ. આમ કરવાથી તે પીડાને દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે.

મેથીના દાણામાં ફાઈબર પૂરતી માત્રામાં જોવા મળે છે, જે કબજિયાત દૂર કરવામાં મદદરૂપ છે. તે પેટની બળતરા ઘટાડવામાં મદદરૂપ છે. નિષ્ણાંતોના મતે કબજિયાતથી રાહત મેળવવા માટે તમે દરરોજ રાત્રે સૂતા પહેલા નવશેકા પાણી સાથે મેથીના પાવડરનું સેવન કરી શકો છો.
Published On - 3:08 pm, Tue, 2 May 23