
ઇન્કમ ટેક્સ વિભાગ 4 વર્ષ (Including The Current Assessment Year) સુધીના કેસ ફરીથી ખોલી શકે છે. એકવાર બધા ખાતા બંધ થઈ જાય અને બીજી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ જાય પછી તમે મૃત વ્યક્તિનું 'PAN કાર્ડ' આવકવેરા વિભાગને સોંપી શકો છો. પાન કાર્ડ સરેન્ડર કરવા માટે તેને સંબંધિત અરજી Assessing Officer (AO) ને લખો. મૃતક વ્યક્તિનું નામ, પાન, જન્મ તારીખ અને મૃત્યુ પ્રમાણપત્રની નકલ જોડો.

મૃત વ્યક્તિનું મતદાર ઓળખપત્ર રદ કરવા માટે તમારે Registration of Electors Rules, 1960 હેઠળ ફોર્મ 7 ભરવું આવશ્યક છે. આ કરવા માટે, નજીકના ચૂંટણી કાર્યાલયની મુલાકાત લો, ફોર્મ 7 સબમિટ કરો અને મૃત્યુ પ્રમાણપત્રની નકલ જોડો. પ્રોસેસ પૂર્ણ થયા પછી નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવશે.

ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા અથવા સરેન્ડર કરવા માટે કોઈ કેન્દ્રિય સિસ્ટમ નથી. દરેક રાજ્યમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની પોતાની પ્રક્રિયાઓ હોય છે. આથી, સચોટ માહિતી માટે સંબંધિત Regional Transport Office (RTO) નો સંપર્ક કરો. જો કોઈ વાહન મૃત વ્યક્તિના નામે નોંધાયેલું હોય, તો ટ્રાન્સફર પ્રક્રિયા માટે તે RTO પાસેથી પણ પૂછપરછ કરી શકાય છે.