Fact Check: દીપિકા પાદુકોણે પુત્રને આપ્યો જન્મ ? રણવીરે બાળક સાથે લીધો ફોટો, જાણો આ વાયરલ ફોટાનું સત્ય

|

Aug 04, 2024 | 10:53 AM

અભિનેત્રી દીપિકા પાદુકોણે એક પુત્રને જન્મ આપ્યો છે. હોસ્પિટલમાંથી દીપિકા અને રણવીરની એક તસવીર સામે આવી છે, આ તસવીરમાં રણવીર એક બાળકને ખોળામાં લઈને જોવા મળી રહ્યો છે.

1 / 5
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ છેલ્લા ઘણા મહિનાઓથી તેની પ્રેગ્નન્સીનો આનંદ માણી રહી છે. દીપિકા થોડા મહિના પહેલા બેબી બમ્પ સાથે કેમેરામાં કેદ થઈ હતી. અભિનેત્રી પ્રેગ્નેન્સીના સમાચારથી ચાહકો ખુબ જ ખુશ છે. ત્યારે હવે રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે દીપિકા સપ્ટેમ્બરમાં બાળકને જન્મ આપશે, પરંતુ એક મહિના પહેલા જ એક્ટ્રેસ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં દીપિકાએ એક પુત્રને જન્મ આપ્યો છે. હોસ્પિટલમાંથી અભિનેત્રીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને જોઈને ફેન્સ ખુશ થઈને અભિનેત્રીને શુભકામના પાઠવવા લાગ્યા છે.

2 / 5
જોકે તમને જણાવી દઈએ કે દાવો તદ્દન ખોટો છે દીપિકા અને રણવીરનો વાયરલ થયેલો વીડિયો ખોટો છે. હોસ્પિટલમાંથી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની આ તસવીર વાયરલ થઈ રહી છે. આ ફોટોમાં રણવીર સફેદ રંગની ટી-શર્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે જ્યારે દીપિકા પાદુકોણ હોસ્પિટલના કપડામાં જોવા મળી રહી છે. પરંતુ તમને જણાવી દઈએ કે રણવીર અને દીપિકાની વાયરલ થઈ રહેલી આ તસવીર અસલી નથી પણ નકલી છે અને અત્યારે પણ દીપિકા પોતાની પ્રેગ્નન્સી ફેઝ એન્જોય કરી રહી છે. નકલી હોવા છતાં દીપિકા પાદુકોણની આ તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

3 / 5
શુક્રવાર, 2 ઓગસ્ટના રોજ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દીપિકાએ પુત્રને જન્મ આપ્યો છે. ફોટોમાં દીપિકા હોસ્પિટલના બેડ પર જોવા મળી રહી છે, જ્યારે રણવીર બાળકને હાથમાં પકડીને બાળકનો ચહેરો કેમેરા તરફ બતાવે છે.

4 / 5
ફેક્ટ ચેકમાં સામે આવ્યું છે કે આ ફોટો મોર્ફ કરવામાં આવ્યો છે. દીપિકા પાદુકોણની ડિલિવરી સપ્ટેમ્બરમાં થવાની છે અને તેથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો ફોટો નકલી છે. અભિનેત્રી ઘણી વખત જાહેરમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી છે. 'કલ્કી 2898 એડી'ના પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન પણ અભિનેત્રીએ બ્લેક બોડીકોન ડ્રેસ પહેર્યો હતો, જેમાં તેનો બેબી બમ્પ દેખાઈ રહ્યો હતો.

5 / 5
દીપિકા પાદુકોણ પણ પ્રેગ્નન્સી દરમિયાન તેની આગામી ફિલ્મ 'સિંઘમ અગેન'નું શૂટિંગ કરતી જોવા મળી હતી. રોહિત શેટ્ટીની ફિલ્મના સેટ પરથી પોલીસ યુનિફોર્મ અને ચશ્મા પહેરેલી તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને લોકોએ તેના કામ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી હતી. જોકે, કેટલાક લોકોએ તેના બેબી બમ્પને નકલી ગણાવ્યો હતો અને અભિનેત્રીની ટીકા કરી હતી.

Next Photo Gallery