
ખાધા પછી તમારે કેટલો સમય વર્કઆઉટ કરવું જોઈએ તેની વાત કરવામાં આવે તો,કેટલું વર્કઆઉટ કરવું જોઈએ એનો આધાર આપણે શું ખાઈએ છીએ અને કેટલી માત્રામાં. પરંતુ લાંબા સમય સુધી ભૂખ્યા રહીને કસરત ન કરો, તે તમારા શરીરને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે. જો તમે હળવો નાસ્તો કર્યો હોય, તો પછી તમે ઓછામાં ઓછા એક કલાક સુધી કસરત કરી શકો છો. જો તમે ભારે લંચ કર્યા પછી કસરત કરવાનું વિચારી રહ્યા છો, તો તમે બિલકુલ ખોટા છો. જમ્યા પછી ઓછામાં ઓછા 3-4 કલાક સુધી કસરત બિલકુલ ન કરો. તમે કસરત કરતા એક કલાક પહેલા હળવો નાસ્તો લઈ શકો છો.

જમ્યા પછી એક્સરસાઇઝ કરવાના ફાયદાઃ જે લોકોને ડાયાબિટીસ છે તેમણે જમ્યા પછી એક્સરસાઇઝ કરવી જ જોઈએ, કારણ કે ઘણીવાર એવું જોવામાં આવે છે કે જમ્યા પછી શરીરમાં બ્લડ શુગર લેવલ અચાનક વધી જાય છે. આને સંતુલિત કરવા માટે, તમારે ખાધા પછી કસરત કરવી જોઈએ. જો તમે ખોરાક ખાધા પછી કસરત કરી શકતા નથી, તો ઓછામાં ઓછા 15 મિનિટ ચાલો. (નોંધ : અહી આપેલી માહિતી અહેવાળોના આધારે છે. કોઈ પણ પ્રયોગ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી યોગ્ય છે. (pic-popsugar)