
પાચન: મધનું વધુ પડતું સેવન પાચનતંત્રને અસર કરી શકે છે. તેનાથી પેટમાં દુખાવો અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે. તજજ્ઞોનું માનવું છે કે જો તેમાં રહેલી મીઠાશ વધારે પ્રમાણમાં પેટમાં જાય તો ઝાડા પણ થઈ શકે છે.

બ્લડ પ્રેશરઃ જે લોકોને વારંવાર બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય છે, તેમણે પણ વધુ પ્રમાણમાં મધનું સેવન કરવાનું ટાળવું જોઈએ. કહેવાય છે કે મધની મીઠાશથી બ્લડ પ્રેશર વધવાની સમસ્યા થઈ શકે છે.