
મિશેલે આ પ્રસંગને યાદ કરતા જણાવ્યું હતુ કે વેઈટર મીઠાઈ અને ટ્રે લઈને આવી રહ્યો હતો. તે ટ્રેમાં એક રિંગ હતી. બરાક ઓબામા પછી એક ઘૂંટણિયે બેઠા અને મિશેલને રિંગ આપી. આ રીતે બંનેની સગાઈ થઈ ગઈ. બરાક અને મિશેલે 3 ઓક્ટોબર, 1992ના રોજ લગ્ન કર્યા હતા.

4 જુલાઈ, 1998ના રોજ બરાક અને મિશેલની પુત્રી માલિયાનો જન્મ થયો હતો. 2001માં, બીજી પુત્રી, શાશાનો જન્મ થયો. 2004માં ઓબામા અમેરિકન સેનેટ માટે ચૂંટાયા હતા. વર્ષ 2008માં, બરાક ઓબામા અમેરિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા. તેમની આ સફળ યાત્રામાં તેમની પત્નીએ ખુબ સાથ આપ્યો હતો.