
એંટી ઇંફ્લેમેટરીઃ કોળાના બીજમાં એંટી ઇંફ્લેમેટરી એટલે કે બળતરા વિરોધી ગુણ હોય છે, જે સંધિવાના દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. સાંધાના દુખાવાની સારવારમાં બીજનો ઉપયોગ એકદમ સારો છે.

ઈમ્યુનિટી બુસ્ટરઃ આ બીજમાં એન્ટીઓક્સીડેન્ટ અને ફાયટોકેમિકલ્સ હોય છે. જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. અને તમારા બીમાર થવાની શક્યતાઓ ઓછી છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે સારાઃ કોળાના બીજનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. જેના કારણે તમારો ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઓછો થાય છે. આ બીજમાં ભરપૂર પ્રોટીન હોય છે જે પાચન માટે સારું હોય છે. અને તે તમારા બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે.