ત્રિરંગમાં ભળી આત્મિયતા, ત્રિરંગા યાત્રા પર્વ પર ભરૂચની આત્મિય શાળાએ રચી અદ્ભૂત કૃતિ, જુઓ Photos

|

Aug 08, 2022 | 3:24 PM

આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્ર ધ્વજ સાથે 75 ના આકની કૃતિ રચવામાં આવી હતી. વિધાર્થીઓમાં ત્રિરંગા પ્રત્યે આદરભાવ ઉત્પન્ન થાય તથા દેશપ્રેમી નાગરિક બને તે માટે પ્રોત્સાહન પુરૂં પાડી ધ્વજ વિતરણ કરવામાં આવ્યું હતું.

1 / 6
ભારત આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસને લઈને પણ તૈયારીઓ તેજ થઈ ગઈ છે. સ્વતંત્રતા દિવસને ખાસ બનાવવા માટે સરકાર 'હર ઘર ત્રિરંગા' અભિયાન ચલાવી રહી છે.

2 / 6
 'હર ઘર ત્રિરંગા' અભિયાન સાથે લોકોને જોડવાની કવાયત તેજ થઈ ગઈ છે. તિરંગો ખરીદવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરકારનું માનવું છે કે આ અભિયાનથી તિરંગા સાથે નાગરિકોનો સંબંધ વધુ મજબૂત થશે.

3 / 6
લોકોમાં દેશભક્તિની લાગણી વધુ વધશે. સરકાર દ્વારા 'હર ઘર ત્રિરંગા ' અભિયાન હેઠળ તમામ લોકોને 13 થી 15 ઓગસ્ટ સુધી તેમના ઘરો અથવા સંસ્થાઓ પર તિરંગો ફરકાવવાની અપીલ કરવામાં આવી છે. આ 'હર ઘર ત્રિરંગા' અભિયાનમાં શાળાઓ પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

4 / 6
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર ત્રિરંગા કાર્યક્રમ અંતર્ગત આજરોજ આત્મીય ગ્રીન સ્કુલ  ઝાડેશ્વર ખાતે શાળા ના તમામ વિધાર્થીઓ ને શાળા તરફ થી ત્રિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું.

5 / 6
 આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્ર ધ્વજ સાથે 75 ના આકની કૃતિ રચવામાં આવી હતી. વિધાર્થીઓમાં ત્રિરંગા પ્રત્યે આદરભાવ ઉત્પન્ન થાય તથા દેશપ્રેમી નાગરિક બને તે માટે પ્રોત્સાહન પુરૂં પાડી ધ્વજ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્ર ધ્વજ સાથે 75 ના આકની કૃતિ રચવામાં આવી હતી. વિધાર્થીઓમાં ત્રિરંગા પ્રત્યે આદરભાવ ઉત્પન્ન થાય તથા દેશપ્રેમી નાગરિક બને તે માટે પ્રોત્સાહન પુરૂં પાડી ધ્વજ વિતરણ કરવામાં આવ્યું હતું.

6 / 6
શાળાએ દરેક વિદ્યાર્થીને પોતાના ઘરે  13 ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ સુધી પોતાના ઘરની બહાર ત્રિરંગો લહેરાવીને ફોટો શાળાને મોકલવા કહ્યું હતું. આજના કાર્યક્રમમાં વિધાર્થીઓ દ્વારા આ પ્રસંગે રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરતા શોર્ય ગીતો , નૃત્ય  તથા ઝંડા ગીત રજૂ કરાયા હતા .

Published On - 3:23 pm, Mon, 8 August 22

Next Photo Gallery