
Jiosaavn : તે મફત મ્યુઝિક ઓફર કરવા માટે ભારતની ટોચની મ્યુઝિક એપ છે. JioSaavnની યાદીમાં ભારતની વિવિધ ભાષાઓમાં લગભગ 5 કરોડ ગીતો મળી આવે છે. ફ્રીની સાથે સાથે યુઝર્સ તેનું સબસ્ક્રિપ્શન પણ મેળવી શકે છે. જ્યારે તમે સબ્સ્ક્રાઇબ કરશો ત્યારે તમને વચ્ચેની જાહેરાતો સંભળાશે નહીં. JioSaavn તેના યુઝર્સને 299 રૂપિયામાં એક વર્ષનું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન આપે છે. તેના માસિક સબ્સ્ક્રિપ્શન માટે 99 રૂપિયા લેવામાં આવે છે.

Spotify : Spotify મ્યૂઝિક સ્ટ્રીમિંગ માટે સૌથી લોકપ્રિય એપ છે. આ એપ તાજેતરમાં ભારતમાં આવી હતી છે. લોન્ચ કર્યા પછી, માત્ર એક અઠવાડિયામાં 10 લાખથી વધુ યુઝર્સ Spotify સાથે જોડાયા હતા. હાલમાં તેના 20 લાખથી વધુ યુઝર્સ છે. તે ભારતમાં સ્ટ્રીમિંગ મ્યૂઝિકની સુવિધા આપતી આ એપ્લિકેશન્સની સૂચિમાં ટોચના 3 પર છે. તે 129 રૂપિયાના ફ્રી અને પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સર્વિસ વિકલ્પો ઓફર કરે છે.