Emergency SOS: જો ઘરમાં થાય લૂંટફાટ કે ગુંડાઓ મચાવે ધમાલ, તો ફોનનું બટન દબાવવાથી મળશે મદદ
Emergency SOS: જો તમે ઘરમાં એકલા હોવ અને તમે ઘરમાં લૂંટફાટ કે ગુંડાઓથી ઘેરાયેલા હોવ તો ગભરાવાની જરૂર નથી, ફોનનું બટન દબાવતા જ તમને મદદ મળી જશે. ટેકનોલોજીના જમાનામાં એક બટન તમને સુરક્ષા આપી શકે છે.
1 / 5
ઘણીવાર આપણે એવી પરિસ્થિતિમાં ફસાઈ જઈએ છીએ જેમાં આપણી મદદ કરવાવાળું કોઈ નથી હોતુ, પરંતુ તમારો ફોન તમારો સૌથી મોટો બોડીગાર્ડ બની શકે છે. તમારા ફોનમાં એવું ફીચર છે જે તમને કોઈપણ ખતરનાક પરિસ્થિતિમાં મદદ કરશે.
2 / 5
તમારા ફોનમાં આપેલા પાવર બટનને એક અથવા વધુ વખત દબાવવાથી ઇમરજન્સી SOS એક્ટિવેટ થાય છે. આ ફીચરથી તમે ફોનને અનલોક કર્યા વગર ઈમરજન્સી સમયે કોઈપણ કોન્ટેક્ટને કોલ કરી શકો છો. ઘરમાં ચોર ઘૂસ્યા હોય, ગુંડાઓ આવ્યા હોય અથવા તમે કોઈ અજાણી જગ્યાએ ખોવાઈ ગયા હોય, આ સુવિધા હંમેશા તમારી મદદ કરી શકે છે.
3 / 5
જો તમે ઇચ્છો તો, તમે કટોકટીની પરિસ્થિતિમાં ઉપયોગી એવા મિત્ર અથવા કુટુંબના સભ્યનો નંબર ઉમેરી શકો છો, જેથી તમને જોખમના સમયે આ લોકોની મદદ મળી શકે. જ્યારે પણ તમે આ બટન દબાવશો, ત્યારે સૂચના તમારા પસંદ કરેલા સંપર્કો પર જશે. ઓછામાં ઓછું એક સંપર્ક ઉમેરવું જરૂરી છે.
4 / 5
સૌથી પહેલા તમારા ફોનમાં Settings ઓપ્શન પર જાઓ.ત્યારબાદ સેફ્ટી એન્ડ ઈમરજન્સીના ઓપ્શન પર ક્લિક કરો. તમે એડવાન્સ સેટિંગ્સમાં પણ આ વિકલ્પ શોધી શકો છો. અહીં ઇમરજન્સી કોન્ટેક્ટના વિકલ્પ પર ક્લિક કરો અને પછી સંપર્ક ઉમેરો પર ક્લિક કરો. સંપર્ક ઉમેર્યા પછી, તમે ઇમરજન્સી SOS સુવિધાને અનેબલ કરી શકશો.
5 / 5
તમારા ફોનના સેટિંગમાં જઈને સેફ્ટી એન્ડ ઈમરજન્સીના ઓપ્શન પર ક્લિક કરો હવે ઈમરજન્સી SOSના ઓપ્શન પર ક્લિક કરો.આ પછી યુઝ ઇમરજન્સી SOS પર ક્લિક કરો. આ સેવા સાથે તમને ઘણી વધુ સુરક્ષા સુવિધાઓ પણ મળે છે, તમે તેને તમારી જરૂરિયાત મુજબ સક્ષમ કરી શકો છો. જ્યારે બટન દબાવવામાં આવે છે, ત્યારે પહેલા એલાર્મ વાગે છે અને પછી તમારા પસંદ કરેલા સંપર્ક નંબર અથવા ઇમરજન્સી સેવાને કોલ કરે છે.