
ન્યુરાલિંક જે ઉપકરણ પર કામ કરી રહ્યું છે તેનું નામ 'લિંક' છે. તેનું કદ સિક્કા જેવું છે. ડિવાઈસની મદદથી લકવાગ્રસ્ત વ્યક્તિ વિચારીને જ પોતાનો સ્માર્ટફોન ઓપરેટ કરી શકશે. કંપનીએ આ ઉપકરણનું પરીક્ષણ અનેક પ્રાણીઓના મગજમાં ઈમ્પ્લાન્ટ કરીને કર્યું હતુ.

ન્યુરલિંકે જણાવ્યું છે કે તેનો હેતુ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર ધરાવતા લોકો માટે જીવન સરળ બનાવવાનો છે. કંપની લાંબા સમયથી અમેરિકી સરકાર પાસેથી માનવીય ટ્રાયલ માટે મંજૂરી માંગી રહી હતી. હવે તેના પ્રયાસને સફળતા મળી છે. માનવીય પરીક્ષણોમાં ન્યુરાલિંકને કેટલી સફળતા મળશે તે કહેવું મુશ્કેલ છે. પ્રયોગ દરમિયાન ઘણા પ્રાણીઓ માર્યા ગયા. કંપની પર પ્રાણી ક્રૂરતાનો આરોપ હતો, જેને મસ્કે ફગાવી દીધો હતો.