શું તમારી ઇલેક્ટ્રિક કાર ઉનાળા અને શિયાળામાં દગો આપી શકે છે ? ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે લોકો ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ કાર તરફ વળી રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે અતિશય ગરમી કે ઠંડી તમારી કારની રેન્જ અને માઇલેજને 40 ટકા સુધી ઘટાડી શકે છે? અમેરિકાની સંસ્થા AAA ના લેટેસ્ટ રિસર્ચમાં સામે આવ્યા છે હચમચાવી દે તેવા આંકડા.

| Updated on: May 11, 2026 | 4:31 PM
1 / 5
આજના સમયમાં લોકો ઇલેક્ટ્રિક (EV) અને હાઇબ્રિડ કારને ભવિષ્યનું વાહન માની રહ્યા છે. પરંતુ એક મોટો પ્રશ્ન જે દરેક વાહન માલિકને સતાવે છે તે એ છે કે, શું આ ગાડીઓ ખરેખર દરેક મોસમમાં એકસરખું પરફોર્મન્સ આપે છે? અમેરિકાની પ્રખ્યાત ઓટોમોબાઇલ સંસ્થા AAA દ્વારા કરવામાં આવેલી એક નવી સ્ટડીમાં આ બાબતે ચોંકાવનારો ખુલાસો થયો છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે હવામાનમાં આવતા ફેરફારો તમારી ગાડીના પરફોર્મન્સ અને તમારા ખિસ્સા પર સીધી અસર કરે છે.

2 / 5
ઇલેક્ટ્રિક કાર પર ઠંડીનો આકરો પ્રહાર: રિસર્ચ મુજબ, ઠંડુ હવામાન ઇલેક્ટ્રિક કાર માટે સૌથી મોટો દુશ્મન સાબિત થાય છે. જ્યારે તાપમાન ઘટીને 20 ડિગ્રી ફેરનહીટની આસપાસ પહોંચે છે, ત્યારે ઇલેક્ટ્રિક કારની કાર્યક્ષમતામાં 35.6 ટકાનો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે તેની ડ્રાઇવિંગ રેન્જ 39 ટકા સુધી ઘટી જાય છે. સાદી ભાષામાં કહીએ તો, જે કાર સામાન્ય હવામાનમાં 400 કિલોમીટર ચાલતી હોય, તે કડકડતી ઠંડીમાં માત્ર 240 થી 250 કિલોમીટર જ ચાલી શકે છે.

3 / 5
હાઇબ્રિડ કારની સ્થિતિ કેવી છે?: બીજી તરફ હાઇબ્રિડ કાર પર પણ ઠંડીની અસર થાય છે, પરંતુ તે ઇલેક્ટ્રિક કાર જેટલી ગંભીર નથી. ઠંડા હવામાનમાં હાઇબ્રિડ કારનું માઇલેજ લગભગ 22.8 ટકા જેટલું ઘટે છે. એટલે કે હાઇબ્રિડ કારમાં પણ બળતણનો વપરાશ વધે છે, પરંતુ રેન્જની બાબતમાં તે ઇલેક્ટ્રિક કાર કરતા વધુ ભરોસાપાત્ર સાબિત થાય છે.

4 / 5
ઉનાળાની ગરમી પણ છોડતી નથી: માત્ર ઠંડી જ નહીં, પણ 95 ડિગ્રી ફેરનહીટ જેવી કાળઝાળ ગરમીમાં પણ બંને ગાડીઓના પરફોર્મન્સ પર અસર પડે છે. ગરમીમાં ઇલેક્ટ્રિક કારની રેન્જ 8.5 ટકા જેટલી ઘટે છે, જ્યારે હાઇબ્રિડ કારનું માઇલેજ અંદાજે 12 ટકા જેટલું ઓછું થઈ જાય છે. અહીં નોંધનીય છે કે ગરમીની સરખામણીએ ઠંડીમાં ઇલેક્ટ્રિક કાર વધુ ખર્ચાળ સાબિત થાય છે.

5 / 5
ખર્ચનું ગણિત: કઈ ગાડી પરવડશે?: સ્ટડીમાં એ પણ સામે આવ્યું છે કે ખરાબ હવામાનમાં ગાડી ચલાવવાનો ખર્ચ વધી જાય છે. ઠંડીમાં ઇલેક્ટ્રિક કારને ચાર્જ કરવામાં વધુ સમય અને વીજળી વપરાય છે, ખાસ કરીને પબ્લિક ચાર્જિંગ સ્ટેશનનો ઉપયોગ કરનારાઓ માટે તે મોંઘું પડે છે. જ્યારે હાઇબ્રિડ કારમાં પેટ્રોલનો વપરાશ વધતા ખર્ચ વધે છે. અંતે, જો તમે તમારી EV ને ઘરે ચાર્જ કરો તો ખર્ચ કાબૂમાં રહી શકે છે, પરંતુ પબ્લિક સ્ટેશન પર તે ઘણું ખર્ચાળ સાબિત થઈ શકે છે. આમ, નવી ગાડી ખરીદતા પહેલા તમારા વિસ્તારના હવામાનને ધ્યાનમાં રાખવું પણ હવે અનિવાર્ય બની ગયું છે.

Follow Us