
આજ રોજ રામોલ પોલીસ સ્ટેશન દ્વારા વડીલ ગોષ્ઠી સમારંભ યોજવામાં આવ્યો. આ સમારંભમાં રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વિવિધ સોસાયટીના વડીલોએ ભાગ લીધો.

વડીલો માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ENT ડોક્ટર, જનરલ ફિજીસિયન, આંખોની તપાસ, ECG વગેરે વિવિધ પ્રકારના ડોક્ટરો દ્વારા તપાસ કરવામાં આવી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.

મેડિકલ કેમ્પ બાદ વડીલોને અંતાક્ષરી રમડવામાં આવી ત્યાર બાદ વડીલો માટે નાસ્તાનુ આયોજન કરવામાં આવ્યું.

આ કેમ્પ મોટા પ્રમાણ માં વડીલો એ ભાગ લીધો ને ડોક્ટર પાસે થી જરૂરી માર્ગદર્શન મેળવ્યું ભાગ લીધેલ તમામ વડીલોએ આનંદ ની લાગણી અનુભવી.