
સીતાફળના બીજ ઝેરી હોય છે જે ત્વચા અને આંખો માટે ખરાબ હોય છે. અભ્યાસ મુજબ, તેના બીજના પાવડરનો ઉપયોગ કરવાથી ત્વચા પર દુખાવો અને લાલાશની ફરિયાદ થઈ શકે છે. આના કારણે આંખોની ગંભીર સમસ્યાઓ થઈ શકે છે જેના કારણે આંખોની રોશનીમાં ઘટી શકે છે.

એક કપ સીતાફળ ખાવાથી પોટેશિયમની દૈનિક જરૂરિયાતના 10 ટકા અને મેગ્નેશિયમના 6 ટકા પૂરા થાય છે. આ બંને રક્તવાહિનીઓને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. આ ફળ હૃદય રોગ સામે પણ બચાવે છે.

સીતાફળમાં ઘણી બધી કેલરી હોય છે, જેના કારણે તમારું વજન વધી શકે છે. તેમાં ખાંડની માત્રા વધુ હોય છે, આવી સ્થિતિમાં વધુ સીતાફળ ખાવાનું ટાળો. ડાયાબિટીસના દર્દીઓએ આ ફળ ન ખાવું જોઈએ કારણ કે તેનાથી તમારું બ્લડ સુગર લેવલ વધી શકે છે.

સીતાફળ ડાયેટરી ફાઈબરનો સારો સ્ત્રોત છે. તેમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને ફાઇબર હોય છે જે પાચનમાં મદદ કરે છે. આ ફળ કબજિયાતના દર્દીઓ માટે સારું સાબિત થઈ શકે છે.

જો તમે પહેલેથી જ કોઈ દવા લઈ રહ્યા છો, તો સીતાફળ લેતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો.
Published On - 7:00 am, Thu, 3 August 23