
કાળા ચણા આંખોના કોષોનું રક્ષણ કરે છે. ચણા ખાવાથી આંખોનું તેજ વધે છે. આંખના સારા સ્વાસ્થ્ય માટે તમારે દરરોજ ખાલી પેટે પલાળેલા કાળા ચણાનું સેવન કરવું જોઈએ.

જો તમારા શરીરમાં લોહીની ઉણપ છે અથવા તમને ખૂબ થાક લાગે છે અથવા નબળાઈ લાગે છે, તો તમારે દરરોજ પલાળેલા ચણા ખાવા જોઈએ. પલાળેલા કાળા ચણાને તમારા આહારમાં સામેલ કરો. તેમાં ઘણું આયર્ન હોય છે. તે લોહીની ઉણપને ઝડપથી દૂર કરે છે અને નબળાઈ અને થાકને પણ દૂર કરે છે.