તમને જણાવી દઈએ કે પપૈયાના બીજમાં હેલ્ધી ફેટ્સ, પ્રોટીન, વિટામીન અને ઝિંક, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા અન્ય ઘણા ગુણો જોવા મળે છે. આ સિવાય તેમાં ફાઈબર પણ સારી માત્રામાં જોવા મળે છે, જે પાચનક્રિયાને સારી રાખવામાં મદદરૂપ છે. જો તમે પણ કબજિયાતની સમસ્યાને દૂર કરવા માંગો છો તો તમે આ બીજનું સેવન કરી શકો છો.