
શિહોરના આ પેંડા ગુજરાત બહાર પણ ફેમસ છે અને બહારના રાજ્યોમાંથી આવતા લોકો પણ અહીં પેંડાની ખરીદી માટે આવે છે. આ પેંડાના વખાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કરી ચુક્યા છે. કોઈ એકવાર આ પેંડાનો સ્વાદ ચાખી લે તો તેને દાઢે વળગ્યા વિના રહેતા નથી અને અવારનવાર ખરીદી કરવા આવે છે.

આ પેંડા ગાય અને ભેસના દૂધમાંથી બનાવવામાં આવે છે. કણીવાળા પેંડા માટે દૂધને લાંબા સમય સુધી ખૂબ ઉકાળવામાં આવે છેં. અહીં 350 રૂપિયા કિલોથી લઈને 800 રૂપિયાના કિલો પેંડા મળી રહે છે.